ટ્રાફિક સમસ્યા હલ કરવા ગુજરાતમાં પ્રથમ રાજકોટ પોલીસે કર્યો MOU, એપ્લિકેશન મદદથી જાણી શકાશે ટ્રાફિક સમસ્યા - At This Time

ટ્રાફિક સમસ્યા હલ કરવા ગુજરાતમાં પ્રથમ રાજકોટ પોલીસે કર્યો MOU, એપ્લિકેશન મદદથી જાણી શકાશે ટ્રાફિક સમસ્યા


શું એપ્લિકેશન ઉપયોગથી હલ થશે ટ્રાફિક સમસ્યા?

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યા એ પ્રાણ પ્રશ્ન છે તેવામાં ટ્રાફિક વિભાગમાં નવા ડીસીપીની નિમણુંક બાદ ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એપ લોન્ચ કરવામાં આવી છે. આ ટ્રાફિક એપ દ્વારા લોકોને ટ્રાફિકજામ, રોડ બંધના ચોક્કસ અપડેટ સહીત તમામ સુવિધા આંગળીના ટેરવે મળી રહેશે. આ માટે રાજકોટ પોલીસ દ્વારા મેપ માય ઇન્ડિયા સાથે ખાસ MOU કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે આ એપ્લિકેશન ભારતમાં જ બનેલ છે અને ગુગલ મેપ કરતા સારી એપ્લિકેશન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે આ એપ્લિકેશન મદદથી શું રાજકોટ પોલીસ ટ્રાફિક સમસ્યામાંથી લોકોને મુક્તિ અપાવી શકશે કે કેમ તે પણ મોટો સવાલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.