બાગાયત વિભાગ, બોટાદ દ્વારા “મહિલા વૃતિકા સ્ટાઇપેન્ડ યોજના” અંતર્ગત તાલીમ વર્ગ સંપન્ન - At This Time

બાગાયત વિભાગ, બોટાદ દ્વારા “મહિલા વૃતિકા સ્ટાઇપેન્ડ યોજના” અંતર્ગત તાલીમ વર્ગ સંપન્ન


બાગાયત વિભાગ, બોટાદ દ્વારા “મહિલા વૃતિકા સ્ટાઇપેન્ડ યોજના” અંતર્ગત તાલીમ વર્ગ સંપન્ન

મહિલાઓ આર્થિક સ્વનિર્ભર બને તેવા હેતુથી ફળ અને શાકભાજી પરીરક્ષણ (કેનિંગ) વિશે તાલીમ આપવામાં આવી

નાયબ બાગાયત નિયામકની કચેરી,બોટાદ દ્વારા બોટાદ તાલુકાના મોટા પાળીયાદ ગામે મહિલા વૃતિકા યોજના અંતર્ગત ગામની ૨૦ મહિલાઓને ફળ અને શાકભાજી પરીરક્ષણ (કેનિંગ) વિશે તાલીમ આપવામાં આવી હતી. જેમાં ખારેક-પપૈયાનો જામ, આદુ-લીંબુનું શરબત, મિક્સ શાકભાજીનું અથાણું, સિંથેટીક શરબત, વિવિધ શાકભાજીમાંથી સોસ, ટોપરાના લાડુ સહિતની બનાવટો સ્થળ પર બનાવી મૂલ્યવર્ધન અંગે તાલીમાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.મહિલાઓ જાતે પૌષ્ટિક વાનગીઓ બનાવતા શીખે તેમજ કુટુંબીજનોનું સ્વાસ્થ્ય જળવાય તથા તાલીમ મેળવી મહિલાઓ સ્વતંત્ર કે ગૃહ ઉદ્યોગ દ્વારા કેનિંગ કરી આર્થિક સ્વનિર્ભર બને તેવા હેતુથી બોટાદ જિલ્લા બાગાયત મદદનીશશ્રી પી. એચ. શિયાળીયા, બાગાયત નિરીક્ષકશ્રી એમ. એન. રાઠોડ દ્વારા તાલીમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલીમાર્થીઓને યોજનાને અનુરૂપ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.