સોમનાથ-વેરાવળ રેલવે સલાહકાર સમિતિની મીટીંગ વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સંપન્ન - At This Time

સોમનાથ-વેરાવળ રેલવે સલાહકાર સમિતિની મીટીંગ વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સંપન્ન


સોમનાથ-વેરાવળ રેલવે સલાહકાર સમિતિની મીટીંગ વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સંપન્ન

યાત્રિકો-પ્રવાસીઓની દુવિધાઓ દૂર કરી સુવિધાઓ આપવા માંગણી દોહરાવાઈ
વેસ્ટર્ન રેલવે સલાહકાર સમિતિના સભ્યો અને રેલવેના અધિકારી સાથેની એક મીટીંગ વેરાવળ રેલવે સ્ટેશન ખાતે મુખ્ય સ્ટેશન માસ્તર મહાપાત્રના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી જેમાં રેલવે સ્ટેશન પોલીસ અધિકારી અવિનાશ પાંડેસહિત જુદા જુદા વિભાગના લોકોએ મીટીંગમાં ભાગ લીધો.

જેમાં પાંચમાંતી ત્રણ સભ્યો ઉપસ્થિત રહ્યા મુકેશ ચોલેરા, લાલચંદ પશુરામ, ગજેન્દ્ર ગોસ્વામી ઉપસ્થિત રહ્યા.

સર્વ સભ્યો વતી મુકેશ ચોલેરાએ રજૂઆત કરતાં જણાવ્યું કે, વેરાવળથી

બાંન્દ્રા જતી ૨૨ કોચની ટ્રેનમાં જનરલ ડબ્બો ફક્ત આગળ જ રહે છે. જે પાછળ અને વચમાં રહેવો જોઈએ તો જ યાત્રિકોને તેનો સાચો લાભ મળી શકે.

આ ઉપરાંત લાંબા રૂટની ટ્રેનો શરૂ કરવા માગણી વેરાવળ રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર ૨ અને ૩ ઉપરથી પ્લેટફોર્મ નંબર ૧ ઉપર જવા આદ્રીસાઈડમાં ઓવરબ્રીજ, લીફ્ટ તથા એક્સેલીટર કરવું જરૂરી છે. આ ન હોવાથી યાત્રિકોને અંદાજે એક કિલોમીટર ચાલીને સામાનનો બોજ ઉચકીને જવું પડે છે.

રેલવે અધિકારીએ આ તમામ માગણીઓની નોંધ લઈ વડી કચેરીએ

મોકલી આપેલ છે. રેલવે પોલીસે થયેલા સુચનો હકારાત્મક પ્રસિધ્ધ આપ્યો છે. જ્યારે રેલવે સ્ટેશનમાંથી બહાર નિકળવાના બીજા દરવાજા માટે રેલવે તંત્ર તરફથી તારીખ ૧૬-૧૨- ૨૩ અને ૨૭-૧-૨૪ના રોજ વેરાવળ નગરપાલિકાને સુચિત દરવાજો કાઢવાના સ્થળે પાણીના પાઈપોનો ઢગલો અને દબાણો છે જે હટાવી વાહન વ્યવહાર-પેસેન્જર અવર જવર માટે તાકીદે કામ કરે તે પત્રો લખાયેલ છે. જેનો અમલ જરૂરી છે.

કેટલીક મોટાભાગની માગણીઓ એકને એક જ રહે છે. રજૂઆતોનું કંઈ નક્કર પરિણામ લોકો આશા રાખી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.