ભાજપે ચારેય MLAની બાદબાકી કરી, સામાકાંઠે OBCને ટિકિટ આપી, બે મહિલાને મેદાને ઉતાર્યા - At This Time

ભાજપે ચારેય MLAની બાદબાકી કરી, સામાકાંઠે OBCને ટિકિટ આપી, બે મહિલાને મેદાને ઉતાર્યા


જૂના જોગીઓને ‘સમજાવી’ દેવાયા | જ્ઞાતિવાદના ગણિતને નજર સમક્ષ રાખીને જ ચાર બેઠક પર ટિકિટની ફાળવણી કરાઈ

વિધાનસભા 68માં ઉદય કાનગડ, 69માં દર્શિતાબેન શાહ, 70માં રમેશ ટીલાળા અને 71માં ભાનુબેન બાબરિયા આજે ફોર્મ ભરશે

રાજકોટના​​​​​​​ રાજકીય ​​​​​​​ઇતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું

વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ભાજપ કોને ઉતારશે, કોણ કપાશે, પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની બેઠક પર કોની પસંદગી થશે, તેવી અનેક અટકળો વચ્ચે ગુરુવારે ભાજપે યાદી જાહેર કરતાં જ રાજકોટના રાજકારણમાં અપસેટ સર્જાયો હતો, રાજકોટના ઇતિહાસમાં ભાજપે પ્રથમ વખત ચારેય બેઠક પર ગત ચૂંટણીના સંદર્ભમાં ચારેય નવા ચહેરાની પસંદગી કરી હતી. વિધાનસભા 68માં ઉદય કાનગડ, 69માં દર્શિતાબેન શાહ, 70માં રમેશ ટીલાળા અને 71માં ભાનુબેન બાબરિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી, આ ચારેય ઉમેદવાર શુક્રવારે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.