કોલવણ ગામે NFSM ન્યુટ્રી સિરિયલ યોજના અંતર્ગત ખેડૂતની શિબિર યોજાઇ - At This Time

કોલવણ ગામે NFSM ન્યુટ્રી સિરિયલ યોજના અંતર્ગત ખેડૂતની શિબિર યોજાઇ


મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોલવણ ગામે એન એફ એસ એમ ન્યુટ્રી સિરિયલ યોજના અંતર્ગત ખેડૂત શિબિર શ્રી જે આર પટેલ, જિલ્લા ખેતવાડી અધિકારી ના માર્ગદર્શન હેઠળ યોજવા માં આવેલ જેમાં અંદાજિત 60 થી 70 ખેડૂત ઉપસ્થિત રહેલ. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતી અને નેનો યુરિયા ખાતર ડ્રોન ટેકનોલજીની યોજના , તેમજ વર્ષ 2023 નું વર્ષ આંતર રાષ્ટ્રીય મિલેટ યર જાહેર થયેલ હોય, જેના બાબતે બાજરી, રાગી, બન્ટી જેવા પાકો ની ખેતી કરવા માટે શ્રી સાજીદ વ્હોરા, મદદનીશ ખેતી નિયામક, શ્રી મહેશ પટેલ મદદનીશ ખેતી નિયામક, શ્રી ડો. આર.પી. કાચા, વૈજ્ઞાનિક શ્રી, આ કૃ.યું, ઠાસરા, તેમજ ડૉ. મયુર ડામોર,ખેતી અધિકારી , અને ગામના લોક લાડીલા સરપંચ શૈલેષભાઈ અને સેજાના ગ્રામસેવક ધીરુભાઈ તેમજ અલગ અલગ વ્યક્તવ્ય આપેલ જેનો લાભ સ્થાનિક ખેડૂત સમુદાય એ લીધેલ અને આવનાર દિવસોમાં ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળશું તેમ સ્થાનિક ખેડૂતો એ જણાવેલ અને ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.જયારે વધુ માં ઇફ્કો ના પ્રતિનધિ તરફથી નેનો યુરિયાના પ્રચાર પ્રસાર પણ કરેલ. ખેડૂતોએ પણ નેનો યુરિયા ખાતરનો ઉપયોગ કરવા માટે ભલામણ પણ કરવામાં આવી હતી.આમ કોલવણ ગામે ખેડુતો પ્રાકૃતિક ખેતી તેમજ ઓરોનિગક ખેતી કરે તેવી ખેડુતોને સવિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.