ગુજરાતમાં સીઝનનો ૮૪ ટકા વરસાદ : છેલ્લા ૮ વર્ષમાં સૌથી વધુ - At This Time

ગુજરાતમાં સીઝનનો ૮૪ ટકા વરસાદ : છેલ્લા ૮ વર્ષમાં સૌથી વધુ


અમદાવાદ, રવિવારગુજરાતમાં આ વખતે
મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને અત્યારસુધી સીઝનનો ૮૪.૨૬ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો
છે. છેલ્લા ૮ વર્ષમાં રાજ્યમાં ૧૪ ઓગસ્ટ સુધી નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ છે. ગત વર્ષે
૧૪ ઓગસ્ટ સુધી ં ૧૨.૧૮ ઈંચ સાથે રાજ્યમાં મોસમનો સરેરાશ માત્ર ૩૬.૮૪ ટકા વરસાદ નોંધાયો
હતો. આમ, ગત વર્ષની સરખામણીએ આ વખતે વરસાદનું પ્રમાણ બમણાથી પણ વધુ છે. આ વખતે રાજ્યના
૪૧ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગુજરાતમાં આ વખતે
સરેરાશની રીતે કચ્છમાં સૌથી વધુ ૧૩૫ ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં ગત વર્ષે ૧૪.૫૧
ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર ૩૨ ટકા વરસાદ નોંધાયો હતો. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં
૫૫ ઈંચ સાથે મોસમનો ૯૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૨૧.૧૨ ઈંચ સાથે મોસમનો ૭૯ ટકા, ઉત્તર ગુજરાતમાં
૨૧.૧૫ ઈંચ સાથે મોસમનો ૭૫ ટકા જ્યારે  પૂર્વ
મધ્ય ગુજરાતમાં ૨૩ ઈંચ સાથે મોસમનો ૭૩ ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે જોવામાં
આવે તો વલસાડ ૯૧ ઈંચ સાથે મોખરે છે. આ સિવાય 
ડાંગમાં ૭૭ ઈંચ, નવસારીમાં ૭૦ ઈંચ જ્યારે નર્મદામાં ૫૩ ઈંચ વરસાદ નોંધાયો છે.
કપરાડા અને ધરમપુર એમ બે તાલુકામાં ૧૦૦ ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. જેમાં કપરાડામાં
૧૨૭ ઈંચ અને ધરમપુરમાં ૧૦૩ ઈંચ વરસાદનો સમાવેશ થાય છે.કચ્છ, ગીર સોમનાથ,
દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નર્મદા અને વલસાડ એમ ૬ જિલ્લામાં સીઝનનો વરસાદ સરેરાશ કરતાં
૧૦૦ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં ગીર સોમનાથમાં ૩૮.૭૪ ઈંચ સાથે ૧૦૧ ટકા, દેવભૂમિ  દ્વારકામાં ૨૮.૮૪ ઈંચ સાથે ૧૦૦ ટકા, પોરબંદરમાં
૩૩.૩૦ ઈંચ સાથે ૧૧૦ ટકા, નર્મદામાં ૫૩.૨૬ ઈંચ સાથે ૧૨૭ ટકા જ્યારે વલસાડમાં ૯૦.૯૪ ઈંચ
સાથે ૧૦૧ ટકા વરસાદ નોધાઇ ચૂક્યો છે. ૪૩ તાલુકામાં સીઝનનો વરસાદ ૧૦૦ ટકાથી વધારે છે.
રાજ્યના જે જિલ્લામાં
સૌથી ઓછો વરસાદ નોંધાયો છે તેમાં દાહોદ મોખરે છે. દાહોદમાં ૧૩ ઈંચ સાથે મોસમનો સરેરાશ
માત્ર ૪૬ ટકા વરસાદ નોંધાયો છે. આ સિવાય સુરેન્દ્રનગરમાં માત્ર ૧૪ ઈંચ, ભાવનગરમાં ૧૫.૧૫
ઈંચ વરસાદ નોંધાઇ શક્યો છે. અમદાવાદ જિલ્લામાં ૧૫.૨૭ ઈંચ સાથે મોસમનો ૫૬ ટકા વરસાદ
નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાંથી ૨૯.૩૭ ઈંચ સાથે સૌથી વધુ ૯૪ ટકા જ્યારે સાણંદમાં ૧૦.૦૭
ઈંચ સાથે મોસમનો સૌથી ઓછો ૩૨ ટકા વરસાદ નોંધાયેલો છે. ગુજરાતમાં જૂન મહિનામાં ૨.૫૨
ઈંચ, જુલાઇમાં ૨૦.૯૨ ઈંચ જ્યારે ૧૪ ઓગસ્ટ સુધી ૪.૭૪ ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં વરસાદની
સ્થિતિરીજિયન પ્રમાણેરીજિયન        વરસાદ સરેરાશકચ્છ            ૨૪.૨૨ ૧૩૫%દક્ષિણ           ૫૪.૫૨ ૯૪%સૌરાષ્ટ્ર         ૨૧.૧૨ ૭૯%ઉત્તર           ૨૧.૧૫ ૭૫%પૂર્વ મધ્ય       ૨૩.૦૨ ૭૩%સરેરાશ       ૨૮.૨૦ ૮૪.૨૬% કયા તાલુકામાં
સૌથી વધુ?તાલુકો       વરસાદ       સરેરાશકપરાડા      ૧૨૭.૦૮       ૧૧૪%ધરમપુર      ૧૦૩.૦૦       ૧૦૬%વાપી           ૮૭.૩૬         ૯૯%ખેરગામ        ૮૬.૬૫       ૧૧૫%વાંસદા          ૮૭.૦૦       ૧૧૨% કયા જિલ્લામાં
સૌથી વધુ?જિલ્લો        વરસાદ સરેરાશવલસાડ        ૯૦.૯૪ ૧૦૧%ડાંગ            ૭૬.૬૯ ૯૪%નવસારી        ૭૦.૩૧ ૯૭%નર્મદા        ૫૩.૨૬ ૧૨૭%સુરત        ૪૯.૦૦ ૮૫.૩૦%  કયા જિલ્લામાં
સૌથી ઓછો?જિલ્લો       વરસાદ સરેરાશદાહોદ       ૧૩.૦૭ ૪૫.૯૭%સુરેન્દ્રનગર  ૧૪.૧૩ ૬૦.૫૩%ભાવનગર   ૧૫.૧૫ ૬૩.૦૦%અમદાવાદ   ૧૫.૨૭ ૫૬.૩૮%મોરબી      ૧૫.૭૪ ૭૨.૩૯%        છેલ્લા પાંચ વર્ષમાં
૧૪ ઓગસ્ટ સુધી વરસાદવર્ષ    વરસાદ સરેરાશ૨૦૧૫ ૧૯.૯૩૬૩.૪૯%૨૦૧૬ ૧૭.૭૪ ૫૬.૫૪%૨૦૧૭ ૨૬.૬૩ ૮૩.૫૧%૨૦૧૮ ૧૮.૨૭ ૫૫.૮૭%૨૦૧૯ ૨૭.૦૧ ૮૪.૦૯%૨૦૨૦ ૨૩.૦૦ ૭૦.૩૨%૨૦૨૧ ૧૨.૧૮ ૩૬.૮૪%૨૦૨૨ ૨૮.૨૦ ૮૪.૨૬%(*વરસાદના આંકડા
ઈંચમાં.)

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.