માળીયા હાટીના સરકારી હાઈસ્કૂલની બે વિદ્યાર્થીનીઓ માળીયા હાટીનાનું ગૌરવ વધાર્યું - At This Time

માળીયા હાટીના સરકારી હાઈસ્કૂલની બે વિદ્યાર્થીનીઓ માળીયા હાટીનાનું ગૌરવ વધાર્યું


માળિયા હાટીના સરકારી હાઇસ્કૂલની બે વિદ્યાર્થિનીઓ કવા વિષાકા કિશોરભાઈ અને કામળિયા અંજની રાયમલભાઈએ પોતાનું ઉમદા કૌવત દાખવી ભારત વિકાસ પરિષદ ' દ્વારા ' ભારત કો જાનો ' વિષય પર તાજેતરમાં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંત કક્ષાની પરીક્ષાનું આયોજન આત્મીય યુનિવર્સિટી રાજકોટ ખાતે કરેલ. જેમાં આ બંને વિદ્યાર્થિનીઓ પ્રાંત કક્ષાએ દ્વિતીય નંબર મેળવી માળીયા હાટીના સરકારી હાઇસ્કૂલનું નામ રોશન કરેલ છે. તે બદલ શાળાના આચાર્યા શ્રીમતી શીતલબેન છગ દ્વારા વિદ્યાર્થિનીઓ તેમજ તેમને હરહંમેશ માર્ગદર્શન પૂરું પાડનાર શાળાના સ્ટાફને અભિનંદન પાઠવ્યાં હતાં.

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.