મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે રહેશે બંધ. - At This Time

મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે રહેશે બંધ.


રેલ્વે ફાટકના સમારકામને લઈને રહેશે બંધ.

11 તારીખ સવારે છ વાગ્યા થી તારીખ 13 સવારે છ વાગ્યા સુધી રસ્તો રહેશે બંધ.

જુદા જુદા વિસ્તારમાં રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા.

રાજસ્થાન તરફ થી આવતા વાહનોને મોડાસાથી ધનસુરા, બાયડ, કપડવંજ જતા ભારે વાહનો મોડાસા સયોગ પેટ્રોલ પંપ, રાણા સૈયદથી ડાયવર્ટ કરી માલપુર નજીકના સોમપુર થઈ ધનસુરા તરફ ડાયવર્ટ કરાયા.

રાજસ્થાન મોડાસાથી ધનસુરા અમદાવાદ તરફ જતા ભારે વાહનો જિલ્લા સેવા સદન ત્રણ રસ્તાથી હજીરા ત્રણ રસ્તા રાજેન્દ્રનગર ચોકડી રાજેન્દ્રનગર હિંમતનગર અમદાવાદ તરફ ડાયવર્ટ કરાયા.

મોડાસાથી ધનસુરા, બાયડ, કપડવંજ તરફ જતા નાના વાહનોને કોલીખડ થી ગારૂડી, અમરગઢકંપા, શીકા ચોકડી તરફ તથા અમદાવાદ જતા વાહનો કોલીખડ થી ગારૂડી, અમરગઢકંપા, કિશોરપુરા ચોકડી કીડી તરફ ડાયવર્ટ.

જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.