મો.સા.ચોરીના ગુન્હાના આરોપીને ચોરાયેલ મો.સા.સાથે પકડી પાડી ગુન્હો ડીટેક્ટ કરતી જીલ્લા ટ્રાફિક શાખા બોટાદ - At This Time

મો.સા.ચોરીના ગુન્હાના આરોપીને ચોરાયેલ મો.સા.સાથે પકડી પાડી ગુન્હો ડીટેક્ટ કરતી જીલ્લા ટ્રાફિક શાખા બોટાદ


મો.સા.ચોરીના ગુન્હાના આરોપીને ચોરાયેલ મો.સા.સાથે પકડી પાડી ગુન્હો ડીટેક્ટ કરતી જીલ્લા ટ્રાફિક શાખા બોટાદ

બોટાદ ટ્રાફીક શાખાના અધિકારી તેમજ કર્મચારીઓ બોટાદ ટાઉનમાં પેટ્રોલીગમાં હતા.દરમ્યાન મીલેટ્રી રોડ,ઉપર ટ્રાફીક વાહન ચેકીંગ દરમ્યાન એક ઇસમ નંબર પ્લેટ વગરનું હિરો કંપનીનું સ્પેલન્ડર મો.સા.સાથે શંકાસ્પદ રીતે મળી આવેલ હોઈ,તે ઈસમને ઉભો રાખી તેનું નામ ઠામ પુછતા પોતાનું નામ સિધ્ધરાજભાઈ વહતુભાઈ ખાચર ઉ.વ.૧૯ ધંધો મજુરી રહે.બોડિયા તા.રાણપુર જી.બોટાદ વાળો હોવાનું જણાવેલ હોય,અને તેની પાસેના મો.સા.ના કોઈ આધાર પુરાવા કે ડ્રાઇવીંગ લાયસન્સના હોય જેથી એમ.વી.એકટ કલમ- ૨૦૭ મુજબ ડીટેઇન કરવામાં આવેલ.અને ત્યારબાદ ખાનગી રાહે હકીકત મળેલ કે,ઉપરોકત વાહન સાતેજ ખાતેથી ચોરાયેલ હોય અને શંકાસ્પદ હોય,જેથી મજકુર ઇસમ સિધ્ધરાજભાઇ વહતુભાઇ ખાચર નાઓ આર.ટી.ઓ કચેરી બોટાદ ખાતેથી મેમાની દંડની રકમ ભરપાઇ કરી અને વાહન મુકત કરાવવા આવેલ હોય,અને હકીકત મુજબ જીણવટભરી રીતે તપાસ કરતા મજકુર ઇસમએ મો.સા.બાબતે કોઇ સત્ય હકીકત જણાવેલ ના હોય,અને માલીકીપણા અંગે ગલ્લાતલ્લા કરતો હોય અને મો.સા.શંકાસ્પદ હોય અને કોઇપણ રીતે છળકપટથી મેળવેલ હોવાનું જણાઇ આવેલ હોય,જેથી મજકુર ઇસમના કબ્જાનું ઉપરોકત મો.સા. ની કિ.રૂ.૨૦,૦૦૦/- ગણી સી.આર.પી.સી.૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. તેમજ મજકુર ઈસમને સી.આર.પી.સી કલમ.૪૧(૧).(ડી) મુજબ અટક કરવામાં આવેલ અને વધુ તપાસ કરતા સદરી મો.સા.સાતેજ પો.સ્ટે.જી.ગાંધીનગર ગુ.ર.નં.૧૧૨૧૬૦૨૫૨૧૦૧૦૪/૨૦૨૧ આઇ.પી.સી.કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોય,જે મો.સા.ચોરીનો અનડીટેકટ ગુન્હો શોધી કાઢેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.