પંચમહાલ જિલ્લામાં મોરવા હડફ તાલુકાના મોરા પ્રાથમિક શાળાને સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર કરાયો એનાયત - At This Time

પંચમહાલ જિલ્લામાં મોરવા હડફ તાલુકાના મોરા પ્રાથમિક શાળાને સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર કરાયો એનાયત


સ્વચ્છ ભારત અંતર્ગત સમગ્ર દેશમાં સરકારશ્રી દ્વારા સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યું છે. આપણાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વચ્છતા પ્રત્યે સજાગતાનું અનુકરણ કરી શાળાના વિદ્યાર્થીઓ જરૂર જણાય તો જાતે કચરો લઈ લે અથવા કર્મચારીઓનું ધ્યાન દોરી સફાઈ માટે હંમેશા સજાગ રહે છે.

પંચમહાલ જિલ્લાની મોરા પ્રાથમિક શાળાને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર 2021-22નો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. શાળાના પ્રતિનિધિ શિક્ષક પ્રવિણભાઇ દેસાઈ દ્વારા આ પુરસ્કારને સ્વિકાર્યો હતો.વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતા એ જીવનમાં વણાઈ ગયેલી સુટેવ છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે શાળાને મળેલા આ પુરસ્કાર માટે સૌ ગૌરવ અનુભવે છે. સ્વચ્છતા માટે સૌથી મહત્ત્વની વાત દરેકનો સહિયારો પ્રયાસ જ છે. શાળામાં સુંદર આયોજન દ્વારા પ્રત્યેક વિદ્યાર્થી અને શિક્ષકો તથા મદદનીશ સ્ટાફની ચીવટ, ચોક્સાઈ અને ટીમ વર્ક દ્વારા આ સુંદર પરિણામ હાંસલ થઈ શક્યું છે. સ્કૂલના રોજિંદા સમયપત્રકમાં પર્યાવરણની સાચવણી, કિચન ગાર્ડન, વરસાદી પાણી જમીનમાં જાય એની વ્યવસ્થા મેદાન વર્ગખંડ ઓફિસનો સમાવેશ કરી વિદ્યાર્થીઓને સ્વચ્છતા માટે સતર્ક કરવામાં આવે છે. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્ય નિશારભાઈ શેખને આ સિદ્ધિ માટે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.