RTO જન્માષ્ટમી પર નવી સિરીઝ ખોલી વધુ આવક રળશે - At This Time

RTO જન્માષ્ટમી પર નવી સિરીઝ ખોલી વધુ આવક રળશે


ફોર વ્હિલર માટે 17 ઓગસ્ટથી GJ03ML સિરીઝ શરૂ થશે: 15 દી’ સિરીઝ ખુલ્લી રહેશે

આવતા મહિને 19 ઓગસ્ટે જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે સાતમ- આઠમ ઉપર લોકો હરવા-ફરવાની સાથે સાથે વાહનોની પણ મોટાપાયે ખરીદી કરતા હોય છે. દર વર્ષે જન્માષ્ટમીએ મોટી સંખ્યામાં કારની ખરીદી થાય છે ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને આરટીઓને પણ પસંદગીના નંબરની ઊંચી આવક થાય તે માટે કાર માટેની નવી સિરીઝ આગામી તારીખ 17 ઓગસ્ટથી શરૂ કરવામાં આવનાર છે. આ ઉપરાંત દરેક કાર સિરીઝમાં માત્ર બેથી ત્રણ દિવસ જ ઓનલાઈન પ્રક્રિયા કરવાની મુદત આપવામાં આવતી હોય છે, પરંતુ જન્માષ્ટમી ઉપર ખૂલનારી નવી કાર સિરીઝ 15 દિવસ સુધી ખૂલી રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.