જસદણ વિજ કંપની દ્વારા મોતનો માંડવો તૈયાર: કોઈનો ભોગ લેવાય તે પહેલાં તંત્ર જાગે - At This Time

જસદણ વિજ કંપની દ્વારા મોતનો માંડવો તૈયાર: કોઈનો ભોગ લેવાય તે પહેલાં તંત્ર જાગે


જસદણના સતત ધમધમતાં ચિતલિયા રોડ પર વિજ કંપનીના પોલમાં સાવ નીચેના ભાગે વિજપેટીને ઢાંકણું ન હોવાથી ભવિષ્યમાં કોઈ શહેરીજનોનો ભોગ લેવાય એવી શકયતા બળવત્તર બની છે આ અંગે જસદણના સામાજિક કાર્યકર હરિભાઈ હીરપરાએ જણાવ્યું હતું કે આ રોડ સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે મારે આ રોડ પર દીવસમાં બે વાર પસાર થવાનું હોય એટલે આ વીજપોલની પેટી ખુલ્લી જોઉં છું રસ્તા પરની બાજુમાં રાહદારીઓ પણ પસાર થાય છે ત્યારે વિજ કંપનીએ આં પેટી પેક કરવી જોઈએ અન્યથા કોઈ જાનહાનિ થઈ શકે છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.