મહીસાગર જિલ્લા સંતરામપુર ખાતે નવનિર્મિત થનાર નવીન એસ ટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. - At This Time

મહીસાગર જિલ્લા સંતરામપુર ખાતે નવનિર્મિત થનાર નવીન એસ ટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.


મહીસાગર જિલ્લા સંતરામપુર ખાતે નવનિર્મિત થનાર નવીન એસ ટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત શિક્ષણ મંત્રીશ્રીનાં હસ્તે કરાયું

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સંતરામપુર ખાતે નવનિર્મિત થનાર નવીન એસ ટી ડેપો વર્કશોપનો ખાતમુહૂર્ત સમારોહ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડૉ.કુબેરભાઇ ડિંડોરના હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી ડો કૂબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે ,આજે સંતરામપુરની એૈતિહાસિક ભૂમિ પર નવીન એસ ટી ડેપો વર્કશોપનું અંદાજિત રૂ. ૪૧૫.૩૧ લાખના ખર્ચે તૈયાર થશે આ નવીન વર્કશોપ થકી એડમીન રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, વોટર રૂમ, ઓઇલ રૂમ, વોશ એરિયા, સ્ટોર રૂમ,સર્વિસ પીટ જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે આ વર્કશોપ થકી બસોને સલામત રાખવામાં વધુ સરળતા રહેશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું

આ પ્રસંગે મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, મહીસાગર કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા, પોલીસ વડા શ્રી આર.પી.બારોટ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શારદાબેન પટેલીયા, જિલ્લા ઉપાઘ્યક્ષ ભગવતસિંહ પુવાર, નગર સંગથન પ્રમુખ સંદીપભાઇ ભોઈ, મહામંત્રી નિતિનભાઈ રાણા, અને મનોજભાઈ ગોતમ, જિલ્લા એસ.સી. મોરચાના પ્રમુખ દીપકભાઈ ચાવડા, ગોધરા ડિવિઝનના ડી.સી. શ્રી ડિંડોર સાહેબ, સંતરામપુર નગર પાલિકા ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા સાહેબ, સંતરામપુર મામલતદાર સંગાડા સાહેબ, એસ.ટી વિભાગીય , સંતરામપુર પ્રાંત અધિકારી કોસીક જાદવ સાહેબ શ્રી સહિત એસ.ટી વિભાગના કર્મચારીશ્રીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર અરવિંદભાઈ એચ ખાંટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.