શહેરા તાલુકાના શેખપુર ગામે એસઓજી પોલીસની ટીમે રેડ કરીને ગાંજાનો જથ્થો ઝડપી પાડી એક ઈસમની અટકાયત કરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/73qitw6fcvo3yns5/" left="-10"]

શહેરા તાલુકાના શેખપુર ગામે એસઓજી પોલીસની ટીમે રેડ કરીને ગાંજાનો જથ્થો ઝડપી પાડી એક ઈસમની અટકાયત કરી


શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના શેખપુર ગામે એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને એક ઈસમના મકાનમાંથી સુકો ગાંજો અને ખેતરમાંથી લીલા ગાંજાનો જથ્થો ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસઓજી ટીમ દ્વારા ઈસમને પકડીને 20,700નો મુદ્દામાલ ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પંચમહાલ જિલ્લાના એસ.ઓ.જી શાખાના પીઆઈ આર. એ.પટેલ બાતમી મળી હતી કે શહેરા તાલુકાના શેખપુર ગામેથી મકાનમાં સુકો ગાંજો અને પોતાના ભોગવટા ના ખેતર માંથી લીલા ગાંજા છોડ સાથે એક ઈસમ તેનું વાવેતર કરેલુ છે. જે બાતમીના આધારે એસ.ઓ.જી પીઆઈ એ એસ.ઓ.જી શાખાના પીએસઆઇ આર. એન.પટેલ સાથે એસ.ઓ.જી શાખાની ટીમે શહેરા તાલુકાના શેખપુર ગામે નાયક ફળિયામાં રહેતા વિનુભાઈ રૂપાભાઈ નાયકાના મકાનમાં તપાસ કરતા 1.720 કી.ગ્રા સુકો ગાંજો અને પોતાના ભોગવટા ના ખેતર માંથી લીલા ગાંજા 15 છોડ મળી આવ્યા હતા. જેથી એસ.ઓ.જી શાખાની ટીમે 350 કી.ગ્રા સૂકો અને લીલા ગાંજો મળી કુલ 20,700 ના મુદ્દામાલ સાથે વિનુભાઈ રૂપાભાઈ નાયકાના ઝડપી એનડીપીએસ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]