લોકસભા ઉમેદવાર કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલ અભદ્ર ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજના રોષમાં થઈ રહ્યો છે વધારો બરવાળા ખાતે શહેર અને તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉમેદવારી રદ્દ કરવા કરી રજૂઆત. - At This Time

લોકસભા ઉમેદવાર કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલ અભદ્ર ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજના રોષમાં થઈ રહ્યો છે વધારો બરવાળા ખાતે શહેર અને તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉમેદવારી રદ્દ કરવા કરી રજૂઆત.


રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા રજવાડાઓ અને ક્ષત્રિય સમાજના મહિલાઓ વિરુધ્ધ કરાયેલ અભદ્ર ટિપ્પણીનો મામલો દિવસે ને દિવસે ઉગ્ર થઈ રહ્યો હવે વિવાદ મામલે વિરોધ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પહોંચ્યો છે જેને લઈ આજરોજ 5 એપ્રિલે બરવાળા મામલતદાર કચેરી ખાતે બરવાળા શહેર તેમજ તાલુકાના ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રૂપાલાની અભદ્ર ટિપ્પણીથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાય હોય તેને લઈ સામાજિક વૈમનસ્ય ફેલાવવા બદલ ઉમેદવારી રદ્દ કરાઈ તેવી માંગ સાથે મૌન રેલી યોજી બરવાળા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું તો બરવાળા મામલતદાર સી આર પ્રજાપતિ એ આવેદન સ્વીકારી ઉચ્ચ કક્ષા સુધી રજુઆત પહોંચાડવાની બાંહેધરી આપી હતી તો ક્ષત્રિય સમાજ દ્વારા કરાઇ રહેલા વિરોધની દિવસે ને દિવસે તીવ્રતા વધી રહી છે જેને લઈ રૂપાલાની મુશ્કેલીમાં વધારો થઈ શકી તેવી પરિસ્થિતિનું નિરમા થયું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.