મોડાસા-ધનસુરા-નડિયાદ સ્ટેટ હાઇવે પર હયાત વાહન વ્યવહાર ટ્રાફિક ડાઇવર્ટ કરવા સારૂ જાહેરનામું. - At This Time

મોડાસા-ધનસુરા-નડિયાદ સ્ટેટ હાઇવે પર હયાત વાહન વ્યવહાર ટ્રાફિક ડાઇવર્ટ કરવા સારૂ જાહેરનામું.


૧)નડિયાદ - મોડાસા રેલ્વે લાઇન ૫૨ સ્થિત રેલ્વે ફાટક નં. ૮૨, ૮૬ તથા રેલ્વે ફાટક નં. ૭૮ રેલ્વે વિભાગના આવશ્યક સમારકામ ક૨વા સારૂ S.H 59 મોડાસા- ધનસુરા - નડીયાદ સ્ટેટ હાઇવે ૫૨ હયાત વાહન વ્યવહાર ટ્રાફિક ડાઇવર્ટ કરવા સારૂ જાહે૨નામું બહાર પાડવા પત્ર અત્રેની કચેરીએ મોકલી આપેલ છે, જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી, અરવલ્લી મોડાસાના સંદર્ભ (૨) અને (૩) ના પત્રથી મોડાસાથી ધનસુરા રોડ પ૨ આવેલ રેલ્વે ફાટક નં.૮૨ તા.૦૬/૦૪/૨૦૨૪ના રોજ સવારે ૦૮,૦૦ કલાકથી તા.૦૮/૦૪/૨૦૨૪ ના રોજ સાંજના ૦૮.૦૦ કલાક સુધી ફાટક નં. ૮૬, તા.૦૯/૦૪/૨૦૨૪ના રોજ સવારે ૦૮.૦૦ કલાકથી તા. ૧૦/૦૪/૨૦૨૪ના રોજ સાંજના ૦૮.૦૦ કલાક સુધી તથા ફાટક નં. ૭૮, તા. ૧૧/૦૪/૨૦૨૪ના રોજ સવા૨ના ૦૮.૦૦ કલાકથી તા.૧૨/૦૪/૨૦૨૪ના રોજ સાંજના ૦૮.૦૦ કલાક સુધી બંધ રાખવાનું થતું હોઇ ટ્રાફિક નિયમન માટે જાહેરનામું બહાર પાડવા અત્રે દરખાસ્ત મોકલી આપેલ છે. પ્રશસ્તિ પારીક આઈ.એ.એસ. જિલ્લા મેજીસ્ટ્રેટ, અરવલ્લી, દ્વારા જણવવામાં આવે છે,સને ૧૯૫૧ ના મુંબઇ પોલીસ અધિનિયમની કલમ ૩૩(૧)ના ખંડ (ખ) અન્વયે મળેલ સત્તાની રૂએ મોડાસાથી ધનસુરા નડીયાદ S.H 59 રોડ પ૨ આવેલ રેલ્વે ફાટક નં.૮૨ તા.૦૬/૦૪/૨૦૨૪ના રોજ સવારે ૦૮.૦૦ કલાકથી તા.૦૮/૦૪/૨૦૨૪ ના રોજ સાંજના ફૂટ,૦૦ કલાક સુધી, ફાટક નં. ૮૬, તા.૦૯/૦૪/૨૦૨૪ના રોજ રાવારે ૦૮.૦૦ કલાકથી તા. ૧૦/૦૪/૨૦૨૪ના રોજ સાંજના ૦૮.00 કલાક સુધી તથા ફાટક નં. ૭૮, તા. ૧૧/૦૪/૨૦૨૪ના રોજ સવા૨ના ૦૮.૦૦ કલાકથી તા.૧૨/૦૪/૨૦૨૪ના રોજ સાંજના ૦૮,૦૦ કલાક સુધી રેલ્વે વિભાગના આવશ્યક સમારકામ કરવા સારૂ રેલવે ફાટક નં ૮૨,૮૬ તથાં ૭૮ બંધ રાખવાનું જરૂરી હોઇ આ રોડ પરથી પસાર થતા વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવું છું. આ સમય દરમિયાન નીચે મુજબના વૈકલ્પિક ૨સ્તાઓએ વાહનો ડાયવર્ટ કરવાના રહેશે.

રેલ્વે ફાટક નં.૮૨ માટેનો રૂટ

(૧) અમદાવાદ તથા ગાંધીનગ૨, તલોદ, બાયડ રોડ બાજુ તરફથી વાયા મોડાસા જતા વાહનો શીકા ચોકડી થી વાયા ભેસાવાડા, શિણોલ, કિશોરપુરા ચોકડી થઈ લીંભોઈ રોડે થઈ મોડાસા તરફ જવા ડાયવર્ઝન આપવું.

(२) બાયડ, ધનસુરા તરફથી મોડાસા, માલપુર તરફ જતા વાહનો વાયા અણીયોર થઈ માલપુર ચોકડી થઈ મોડાસા તેમજ માલપુર તરફ ડાયવર્ઝન આપવું.

(૩) શામળાજી, મોડાસા તરફથી ધનસુરા થઈને અમદાવાદ, ગાંધીનગર જતા વાહનોને જીલ્લા સેવા સદન મોડાસાથી હજીરા સર્કલ થઈને લીંભોઈ, કિશોરપુરા થઈ રણાસણ-તલોદ ત૨ફ ડાયવર્ઝન કરી મોકલવા.

(૪) મોડાસા ત૨ફથી ધનસુરા-બાયડ-કપડવંજ ત૨ફ પસાર થતા ભારે-વાહનો માટે મોડાસા-સહયોગ પેટ્રોલ પંપ ચોકડી થી માલપુર-સોમપુર ચોકડી થી ધનસુરા તરફ મોકલવા.

રેલ્વે ફાટક નં.૮૬ માટેનો રૂટ

(৭) શામળાજી ૨તનપુર બાજુથી આવતા વાહનોને સહયોગ સર્કલ ત૨ફ ડાયવર્ઝન આપવુ તેમજ સહયોગ સર્કલથી બાયડ, નડિયાદ તરફ જતા નાના-મોટા વાહનોને સહયોગ સર્કલ થઈ સોમપુર ત્રણ રસ્તા(માલપુર) થઈ અણીયોર થઈ ધનસુરા ત૨ફ મોકલવા.

(૨) અમદાવાદ, તલોદ, ગાંધીનગ૨ તેમજ બાયડ, નડિયાદ તરફથી મોડાસા આવતા મોટા વાહનોને (ટ્રક) શિકા ચાર ૨૨સ્તા (ધનસુરા પો.સ્ટે.ની હદ) થી (શિકા-કિશોરપુરા) થઈ લિંભોઈ-મોડાસા રોડ ત૨ફ મોકલવા.

(૩) શામળાજી, મોડાસા તરફથી અમદાવાદ, ગાંધીનગ૨ જતા વાહનોને જીલ્લા સેવા સદન મોડાસાથી હજીરા સર્કલ થઈને લીંભોઈ, કિશોરપુરા થઈ ૨ણાસણ-તલોદ તરફ ડાયવર્ઝન કરી મોકલવા.

રેલ્વે ફાટક નં.૭૮ માટેનો રૂટ

(৭) અમદાવાદ તથા ગાંધીનગ૨, તલોદ, વડાગામ રોડ બાજુ તરફથી ધનસુરા, બાયડ તેમજ મોડાસા આવતા વાહનોને વાયા બુટાલ ગામથી વાયા કંજરીકંપા થઈને ધનસુરા, બાયડ તેમજ મોડાસા તરફ ડાયવર્ઝન આપવુ.

(२) શામળાજી, મોડાસા તરફથી ધનસુરા થઈને અમદાવાદ, ગાંધીનગર તરફ જતા વાહનોને વાયા શીકા ચોકડી, ભેસાવાડા, કિશોરપુરા થઈને રણાસણ-તલોદ રોડ તરફ જવા ડાયવર્ઝન આપવું.

વધુમાં, મોડાસા જિલ્લા સેવા સદન ત્રણ ૨૨તા, હજીરો ત્રણ રસ્તા, સહયોગ ચાર રસ્તા, રાણાસણ ત્રણ ૨૨તા ખાતે તથા ધનસુરા ચાર ર૨તા ખાતે તેમજ રેલ્વે ફાટક વાળી જગ્યાએ ટ્રાફીક નિયમન થાય તે માટે વોકી ટોકી શેટ સાથે ટ્રાફીકના માણસો મૂકવાના રહેશે તેમજ ટ્રાફીક નિયમન તંત્ર, પોલીશ તંત્રએ મોડાસા નગર પાલીકા, તેમજ સંબંધિત ગ્રામ પંચાયતોનો સહકાર મેળવી ટ્રાફીક નિયમન થાય, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને સદર હંગામી પ્રતિબંધનો સુચારૂ અમલ થાય તે માટે તાત્કાલિક ધોરણે યોગ્ય આયોજન ક૨વાનું રહેશે. અગત્યના સ્થળોએ ટ્રાફીક પોઈન્ટ નિયત કરી ટ્રાફીક કર્મચારીઓ મૂકવાના રહેશે તેમજ જરૂરી સાઈન બોર્ડ, સૂચનાઓ અગાઉથી લગાવવાના રહેશે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.