બાલાસિનોરના નગરના માં અયોધ્યાથી આવેલ અક્ષત, શ્રી રામ મંદિર ફોટા અને પત્રિકાનું વિતરણ જય શ્રીરામના ઘોષથી આખું નગર ગુંજી ઊઠ્યું - At This Time

બાલાસિનોરના નગરના માં અયોધ્યાથી આવેલ અક્ષત, શ્રી રામ મંદિર ફોટા અને પત્રિકાનું વિતરણ જય શ્રીરામના ઘોષથી આખું નગર ગુંજી ઊઠ્યું


*22મીએ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અંગે માર્ગદર્શન અપાયું*

**22મીએ બાલાસિનોર નગર માં ભગવાન શ્રી રામ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તેથ ને વિવિધ કાર્યક્રમો યોજાશે*
*
ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં નિર્માણ પામેલા ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે યોજાવાનો છે, જેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર મહોત્સવ એક સપ્તાહ ચાલશે અને 16મીથી જ તેની શરૂઆત થઇ જશે. - દરમિયાન બાલાસિનોર શહેરમાં રામભક્તો દ્વારા બાલાસિનોર નગર ના અલગ અલગ વિસ્તારોમાં વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને શ્રી રામ‌ ભક્તો દ્વારા નગરના વિવિધ વિસ્તારમાં શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભગવાન રામની આમંત્રણ પત્રિકા, રામ મંદિરના ફોટો અને અક્ષત લઈને ઘરે ઘરે પહોંચ્યા હતા.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. કેટલાક ભક્તો અવનવી ચીજ-વસ્તુઓ બનાવી અને અર્પણ કરવા અયોધ્યા પહોંચી રહ્યા છે ત્યારે બાલાસિનોર નગરના રામભક્તોએ આખા નગરમાં ઢોલ સાથે ભગવાન રામની આમંત્રણ પત્રિકા, અક્ષત તેમજ રામ મંદિરના ફોટાનું વિતરણ ઘરે ઘરે જઇને કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં રામભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને નગરજનોને અક્ષત અને પત્રિકાઓ આપીને ઉજવણી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે સર્વે ભક્તો દ્વારા જય શ્રી રામના ઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવી દેવામાં આવ્યું હતું.

**બાલાસિનોર સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આઠ કાર્યક્રમ યોજાશે* .
*
તારીખ :-૨૨/૦૧/૨૦૨૪ને સોમવારના રોજ અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમીત્તે બાલાસિનોર સમસ્ત હિન્દુ સમાજ દ્રારા આયોજીત કાર્યક્રમો

*કાર્યક્રમ -૧*

પ્રભાત ફેરી સવારે ૬ કલાકે સ્થળ : રામજી મંદિર થી પ્રસ્થાન

*કાર્યક્રમ - ૨*

અયોધ્યા પ્રણપ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ, સવારે ૧૧ થી બપોરે ૧ કલાક સુધી સ્થળ : (૧) રામજી મંદિર, (૨) સલીયાવડી દરવાજા

*કાર્યક્રમ - ૩*

ભવ્ય શોભાયાત્રા બપોરે : ૧ કલાકે સ્થળ : રામજી મંદિર થી

*કાર્યક્રમ - ૪*

પ્રસાદી સાંજે ૦૬ કલાકે સ્થળ : સિધ્ધનાથ પાર્ટી

*કાર્યક્રમ -*

સમુહ આરતી

સાંજે ૦૬:૩૦ કલાકે

સ્થળ : નગરના તમામ મંદિરો

*કાર્યક્રમ - ૬*

ધરે ધરે દિપપ્રાગ્ટય

સાંજે ૦૭ કલાકે પોતાના નિવાસ્થાને

*કાર્યક્રમ - ७*

સુંદરકાંડના પાઠ, સુંદરકાંડ પરિવાર બાલાસિનોર

રાત્રે : ૦૯:૩૦ કલાકે, સ્થળ : રામજી મંદિર

*કાર્યક્રમ - ૮*

આતશ બાજી

રાત્રે ૧૨ કલાકે

સ્થળ : રામજી મંદિર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.