"ચાપરડા મા રામ મન્દિર શિવ મન્દિર અને રામ દરબાર ની મૂર્તિ ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે રક્તદાન કેમ્પ નું આયોજન" - At This Time

“ચાપરડા મા રામ મન્દિર શિવ મન્દિર અને રામ દરબાર ની મૂર્તિ ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે રક્તદાન કેમ્પ નું આયોજન”


"ચાપરડા મા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
સાથે રક્તદાન કેમ્પ નું આયોજન"

વિસાવદર તાલુકાની ઐતિહાસિક ઉદાહરણોનો જે ગામનો ઉલ્લેખ છે તેવા ચાપરડામાં અત્યારે રામ મંદિર શિવ મંદિર , રામ દરબાર નો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેમાં ત્રણ દિવસ સુધી ધાર્મિક ઉત્સવૉ ધર્મ સભા તથા ગામની તમામ પરિણીત દીકરીઓને લાણી રાસ ગરબાની રમઝટ લોક ડાયરા નું ભવ્ય આયોજન સાથે આરોગ્ય લક્ષી સેવા કરતી રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્ક લાઇફ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સમગ્ર કાર્યક્રમના દાતાશ્રીઓ તથા ગામના અગ્રણીઓએ હાજરી રહી દીપ પ્રાગટ્ય કરેલ એવા રૂડા અવસરે સરપંચ રણજીતભાઈ વાળા ચાપરડા નિવાસી ઉદ્યોગપતિ કેળવણીકાર શ્રી મધુભાઈ પટોળીયા , રોટરી ક્લબ જુનાગઢ ના કિશોરભાઈ ચોટલીયા, દિનેશભાઈ કાચા , જશુભાઈ શેખવા બાલુભાઈ વાળા , નિવૃત સેલ ટેક્સ કમિશનર શ્રી જયેશભાઈ પટોળીયા, કમલેશભાઈ, અને રક્તદાતાઓની હાજરી સાથે દીપ પ્રાગટ્ય કરતા સોનગઢ દેહાણ જગ્યાના મહંત શ્રી કિશોર બાપુ એ ખાસ પોતાના આશીર્વાદમાં કહ્યું કે અમારે ધાર્મિક જગ્યામાં અનેક કાર્યક્રમો તો થતા હોય છે અને આશીર્વાદ આપવાના ભાગરૂપે જવાનું પણ થતું હોય છે પરંતુ આરોગ્ય લક્ષી સેવા કરતી ખાસ તો થેલેસેમિયા ના દર્દીઓને દત્તક લઈ બ્લડ ની સેવા રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્ક લાઇફ ની સેવાને બિરદાઉ છું તેમજ આજે મને રક્તદાન કેમ્પના દીપ પ્રાગટ્યનો અવસર મળ્યો તે અમારી ધાર્મિક જગ્યાના આવા રૂડા અવસરોમાં હંમેશા સદાય આશીર્વાદ જ રહેતા હોય છે તથા સર્વે આરોગ્ય લક્ષી ટીમને આશીર્વાદ પાઠવીએ છીએ

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.