14મી મેથી વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ ડેઈલી ટ્રેનમાં કાયમી ધોરણે ત્રણ વધારાના કોચ લગાવવામાં આવશે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ વેરાવળ-ગાંધીનગર - At This Time

14મી મેથી વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ ડેઈલી ટ્રેનમાં કાયમી ધોરણે ત્રણ વધારાના કોચ લગાવવામાં આવશે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ વેરાવળ-ગાંધીનગર


14મી મેથી વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ ડેઈલી ટ્રેનમાં કાયમી ધોરણે ત્રણ વધારાના કોચ લગાવવામાં આવશે
મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળ અને ગાંધીનગર કેપિટલ વચ્ચે ચાલતી વેરાવળ સુપરફાસ્ટ દૈનિક ટ્રેનમાં ત્રણ વધારાના કોચ કાયમી ધોરણે લગાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી માશુક અહમદના જણાવ્યા મુજબ વિસ્ત્રુત વિવરણ નીચે મુજબ છેઃ
1. ટ્રેન નંબર 22958 વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ ડેઇલી હાલમાં 01.03.2025 થી કુલ 18 કોચ સાથે ચાલી રહી છે જેમાં સેકન્ડ એસીનો 01 કોચ, થર્ડ એસીના 4 કોચ, સ્લીપરના 8 કોચ, જનરલના 3 કોચ અને એસએલઆરડીના 2 કોચ ની ટ્રેન ચાલી રહિ છે.
14.05.2025 થી ત્રણ વધારાના કોચ (01 સેકન્ડ એસી, 01 થર્ડ એસી અને 01 જનરલ કોચ) લગાવ્યા બાદ, ઉપરોક્ત ટ્રેન વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ ડેઇલી (22958)માં કુલ 21 કોચ હશે જેમાં સેકંડ એસીના 02 કોચ, થર્ડ એસીના 5 કોચ, સ્લીપરના 8 કોચ, જનરલ ના 4 કોચ અને એસએલઆરડીના 2 કોચનો સમાવેશ થશે.
2. ટ્રેન નંબર 22957 ગાંધીનગર કેપિટલ-વેરાવળ સુપરફાસ્ટ ડેઇલી હાલમાં, 01.03.2025 થી સેકન્ડ એસીનો 01 કોચ, થર્ડ એસીના 4 કોચ, સ્લીપરના 8 કોચ, જનરલના 3 કોચ અને એસએલઆરડીના 2 કોચ સહિત કુલ 18 કોચ ની ટ્રેન ચાલી રહિ છે.
15.05.2025 થી ત્રણ વધારાના કોચ (01 સેકન્ડ એસી, 01 થર્ડ એસી અને 01 જનરલ કોચ) લગાવ્યા પછી, ઉપરોક્ત ટ્રેન ગાંધીનગર કેપિટલ - વેરાવળ સુપરફાસ્ટ ડેઇલી (22957) માં કુલ 21 કોચ હશે જેમાં સેકંડ એસીના 02 કોચ, થર્ડ એસીના 5 કોચ, સ્લીપરના 8 કોચ, જનરલ ના 4 કોચ અને એસએલઆરડીના 2 કોચનો સમાવેશ થશે.

ઉપરોક્ત ઉલ્લેખિત ટ્રેનોના સમય, સ્ટોપેજ અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image