રાધનપુર ખરીદ વેચાણ સંઘ ની અંદર ફરી ત્રીજી વખત બિન હરીફ ચેરમેન બન્યા : ખરીદ વેચાણ સંઘ ઉપર ભગવો લહેરાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6sgslurnsfvpatfe/" left="-10"]

રાધનપુર ખરીદ વેચાણ સંઘ ની અંદર ફરી ત્રીજી વખત બિન હરીફ ચેરમેન બન્યા : ખરીદ વેચાણ સંઘ ઉપર ભગવો લહેરાયો


રાધનપુર ખરીદ વેચાણ સંઘ ની અંદર ફરી ત્રીજી વખત બિન હરીફ ચેરમેન બન્યા : ખરીદ વેચાણ સંઘ ઉપર ભગવો લહેરાયો

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ની બિન હરીફ વિજય થયો છે.અને ચેરમેન તરીકે ભોજાભાઇ જહાભાઈ આહીર અને વાઇસ ચેરમેન તરીકે જેરામભાઈ માદેવભાઈ ચૌધરી ની બિન હરીફ વરણી કરવામાં આવી હતી.રાધનપુર ચૂંટણી અધિકારી અને રાધનપુર મામલતદાર બાગબાન ની ઉપસ્થિતિ ની અંદર ચૂંટણી યોજાઈ હતી.

આ પ્રસંગે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથજી ઠાકોર દ્વારા પાર્ટીના આદેશ અનુસાર મેન્ડેટ આપવામાં આવ્યો હતો.અને તમામ ડિરેક્ટર માન્ય રાખી ચેરમેન અને વાઇસ ચેરમેનની બિન હરીફ વરણી કરી હતી. આ પ્રસંગે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ લગધીરભાઈ ચૌધરી મહામંત્રી અજીતસિંહ પરમાર અને મહામંત્રી ભાવાજી ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીના બાબુલાલ ચૌધરી અને કેશુભા પરમાર અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિ ની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો ફરી લહેરાયો હતો.

રાધનપુર ખરીદ વેચાણ સંઘ ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અંદર ઉત્સાહનો માહોલ સર્જાયો હતો જેમાં તમામ ડિરેક્ટરો દ્વારા ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર બિનહરી વરણી કરવામાં આવી હતી.ભોજાભાઇ આહીર ત્રીજી વખત રાધનપુર ખરીદ વેચાણ સંઘના ચેરમેન બન્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ ડિરેક્ટર તમામ ડિરેક્ટર બિનહરીફ થયા હતા. જેમાં પટેલ કરસનભાઈ રામજીભાઈ દેહગામ વાળા અને આહિર ભોજાભાઇ જહાભાઈ છાણિયાથર વાળા અને ચૌધરી હરખાભાઈ કાળાભાઈ ગુલાબપુરા અને પ્રજાપતિ હરગોવનભાઈ વિરમભાઈ વીરનગર અને પટેલ વિરામભાઈ કરમશીભાઈ વડનગર અને ચૌધરી ગાડાભાઈ રામશી ભાઈ અરજણસર અને રબારી મસાભાઈ મોમાભાઈ સુલતાનપુરા અને પરમાર ગુલાબ સિહ માનુજી મોટી પીપળી અને ચૌધરી નાથાભાઈ લખમણભાઇ જાવંત્રી અને પટેલ દજાભાઈ રત્નાભાઇ અર્બુદાનગર અને ઠાકોર હેમતજી સતાજી ચલવાડા અને ગઢવી વાઘજીભાઈ કેસરજી પાણવી અને ચૌધરી દેવરામભાઈ માદેવભાઈ નજુપુરા તમામ ડિરેક્ટરો બિનહરીફ થયા હતા. તેમના દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેનની ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસરી વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]