રીલ્સ બનાવવાની ઘેલછામાં યુવતીએ અમીન માર્ગ પર રોડ બ્લોક કર્યો - At This Time

રીલ્સ બનાવવાની ઘેલછામાં યુવતીએ અમીન માર્ગ પર રોડ બ્લોક કર્યો


યુવાનોમાં રીલ્સ બનાવવાનું ઘેલુ લાગ્યું છે. યુવક-યુવતીઓ પોતાને સોશ્યલ મીડીયામાં એકટીવ રાખવા માટે ઘણા પોતાના જીવના જોખમે અને ઘણા બીજાના જીવના જોખમે વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં અપલોડ કરવાનો ક્રેઝ દિન પ્રતિદિન વધી રહ્યો છે.
ત્યારે ગઇકાલે વરસતા વરસાદની વચ્ચે શહેરના પોશ વિસ્તાર અમીન માર્ગ પર એક યુવતીએ જાહેરમાં રોડ વચ્ચે યોગ કર્યા હતા. જેથી યુવતીએ જાહેરમાં સ્ટન્ટ કરતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને બે્રક મારવી પડી હતી અને ટ્રાફિક જામ થઇ જાય તેવો માહોલ ઉભો થયો હતો જે બાદ યુવતીએ તે રીલ્સને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અપલોડ કરતા વિડીયો વાયરલ થયો હતો.વિડીયો માલવિયાનગર પોલીસને ધ્યાને આવતા યુવતીના ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. પરથી શોધખોળ આદરી
હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.