શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગરમાં એસપીસી વિદ્યાર્થીઓ અને વાલીઓની મીટીંગનું આયોજન થયું - At This Time

શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગરમાં એસપીસી વિદ્યાર્થીઓ અને વાલીઓની મીટીંગનું આયોજન થયું


શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગરમાં એસપીસી વિદ્યાર્થીઓ અને વાલીઓની મીટીંગનું આયોજન થયું.,........
આજ રોજ શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગર ખાતે spc ના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બી ડિવિઝનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ચૌહાણ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી એસ.એસ.પટેલ અને ચૌહાણ સાહેબે વિદ્યાર્થીઓને અને વાલીઓને spc પ્રવૃત્તિ અંગે માહિતગાર કર્યા હતા તેમજ તેનું મહત્વ સમજાવ્યું હતું તથા પી.પી.ટી અને વિડીયો દ્વારા વિદ્યાર્થીઓને મનીષભાઈ પટેલે એસ.પી.સી ની અગત્યતા અને જીવનમાં ઉપયોગીતા વિશે માહિતી પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા . પ્રાથમિક વિભાગના આચાર્ય સુનિલભાઈ પ્રજાપતિ , શશિભાઇ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.