પરીક્ષા: હિંમતનગરમાં ગુજકેટની પરીક્ષામાં ગણિતમાં 97 ટકા વિદ્યાર્થીઓ હાજર - At This Time

પરીક્ષા: હિંમતનગરમાં ગુજકેટની પરીક્ષામાં ગણિતમાં 97 ટકા વિદ્યાર્થીઓ હાજર


હિંમતનગર શહેરના 17 કેન્દ્રો પર 162 બ્લોકમાં પરીક્ષા યોજાઇ હતી હિંમતનગરમાં રવિવારે 17 કેન્દ્રો પર યોજાયેલી ગુજકેટની પરીક્ષામાં ગણિતમાં 97 ટકા, રસાયણ વિજ્ઞાનમાં 98.25% અને જીવવિજ્ઞાનમાં 98.33% છાત્રો

હાજર રહ્યા હતા. જેમાં વિજ્ઞાનપ્રવાહના શિક્ષકોના મત મુજબ પેપર સરળ નીકળતાં પરિણામ ઊંચુ આવવાની શક્યતા છે. શહેરના 17 કેન્દ્રો પરના 162 બ્લોકમાં બે તબક્કામાં ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી.સવારથી વિધાર્થીઓ તેમના વાલીઓ સાથે પરીક્ષા કેન્દ્રો પહોંચી ગયા હતા. કેન્દ્રમાં પ્રવેશતાં સમયે તમામ વિધાર્થીઓને હોલ ટિકિટ સહિત યોગ્ય રીતે ચકાસણી કર્યા બાદ બ્લોકમાં પ્રવેશ અપાયો હતો. પ્રથમ તબક્કામાં ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં ભૌતિક વિજ્ઞાન (રસાયણ) ના 3207 વિધાર્થીઓ પૈકી 3151 હાજર રહ્યા હતા અને 56 વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા તો બીજા તબક્કામાં જીવ વિજ્ઞાનનું અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં પેપરમાં યોજાયું 2640 માંથી 2596એ પરીક્ષા આપી હતી અને 44 વિધાર્થીઓ

ગેરહાજર રહ્યા હતા. ત્રીજા તબક્કામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં ગણિતના પેપરમાં કુલ 577 વિધાર્થીઓમાંથી 563 હજાર અને બાકીના 14 ગેરહાજર રહ્યા હતા. બાયોલોજીમાં એક પ્રશ્નમાં બે જવાબ આવવાની શક્યતાગુજકેટની પરીક્ષામાં બધા જ વિષયના પેપરો સરળ રહ્યા હતા. હિંમત હાઈસ્કૂલના જીવવિજ્ઞાનના

શિક્ષક પી.જે.મહેતા અને શાળાના અન્ય વિજ્ઞાન પ્રવાહના શિક્ષકોના મંતવ્ય મુજબ ગુજકેટના તમામ પેપર સરળ હતા અને વિધાર્થીઓ સારા માર્કસ મેળવી શકશે. બાયોલોજીમાં એક પ્રશ્નમાં બે જવાબની શક્યતા છે. ત્રણ પ્રશ્નો હોંશિયાર વિધાર્થીની કસોટી કરે તેવા પૂછાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.