જૂની અદાવત ની દાજ રાખી યુવાની સાથે બાઈક અથડાવી હુમલો કરવામાં આવ્યો. - At This Time

જૂની અદાવત ની દાજ રાખી યુવાની સાથે બાઈક અથડાવી હુમલો કરવામાં આવ્યો.


જૂની અદાવત ની દાજ રાખી યુવાની સાથે બાઈક અથડાવી હુમલો કરવામાં આવ્યો.

બોટાદ શહેર ના તુરખા રોડ પર રહેતા અને ફરસાણ ની દુકાન ચાલવતા ધીરજભાઈ ચંદ્રકાંતભાઈ પરમારે બોટાદ પોલીસ સ્ટેશન માં એવા મતલમ ની ફરિયાદ નોંધાવી છે કે લક્ષ્મણભાઈ ભીખાભાઈ ચાવડા રહે તુરખા રોડ જલારામ નગર વાળાએ ફરિયાદીના ઘર પાસેથી નીકળતા મોટર સાયકલ અથાડાઈ ગયેલ જે વાતની અદાવત રાખી કહ્યું કે તમે થોડું જોઈને ચાલો તેમ કહેતા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી અને તેમના પત્ની કાનુબેન લક્ષ્મણભાઈ ચાવડા ઘરમાંથી બહાર આવીને ગાળો આપી કહ્યું આજે તું બચી ગયો હવે પછી સામો મળીશ તો મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. અને ફરિયાદી એ ગાળો બોલવાની ના પાડતા એકદમ ઉશ્કેરાયજઈ ફરિયાદી ને ઢીંકા પાટુ નો માર મારતા ફરિયાદીને માથાના ભાગે દુખાવો થતાં શહેરની સરકારી સોનાવાલા હોસ્પિટલ માં સારવાર અર્થે લઈ જવાયા હતા. એ અંગે બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.