રાજ્યમાં કુલ 193 બ્લડ બેંક પ્રજાની સેવામાં કાર્યરત – આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ* - At This Time

રાજ્યમાં કુલ 193 બ્લડ બેંક પ્રજાની સેવામાં કાર્યરત – આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*


*રાજ્યમાં કુલ 193 બ્લડ બેંક પ્રજાની સેવામાં કાર્યરત – આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
..............
*સરકાર અને સેવાભાવી સંસ્થાઓ અને ટ્રસ્ટના સહયોગથી સમગ્ર રાજ્યમાં બ્લડબેંકનું સુનિયોજીત માળખુ રાઉન્ડ ઘ ક્લોક પ્રજાની સેવામાં કાર્યરત*
..............
*WHO ની ગાઈડલાઈન પ્રમાણે કુલ વસ્તીના ૧ % બ્લડ એકત્રિત થવું જોઇએ તેની સામે રાજયમાં વસ્તી સામે ૧.૫ % બ્લડ એકત્રિત થાય છે*
..............
આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં બ્લડ બેંકની સ્થિતિ સંદર્ભે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે, રાજ્યમાં કુલ 193 બ્લડબેંક પ્રજાની સેવામાં રાઉન્ડ ઘ ક્લોક કાર્યરત છે.
જેમાં રાજ્ય સરકાર હસ્તકની સરકારી 31 બ્લડ બેંક, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના 23 બ્લડ સેન્ટર અને ટ્રસ્ટ સંચાલિત 122 બ્લડ બેંક તેમજ 17 ખાનગી બ્લડ સેન્ટરનું સુનિયોજીત માળખું રાજ્યની જનતાની સેવામાં રાઉન્ડ ઘ ક્લોક કાર્યરત હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતુ.
રાજ્યમાં વર્ષ 2023 માં કુલ 10 લાખ 47 લાખ 85 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.