ધો.૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ - At This Time

ધો.૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ


ધો.૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ
**
દ્રિતીય  દિવસે ધો. ૧૦ અને ૧૨માં ૯૭૪  વિદ્યાર્થીઓ પરીક્ષા આપી, ૨૨૪  વિદ્યાર્થીઓ ગેરહાજર
***
         સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ - ૧૦ અને ધોરણ - ૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા- ૨૦૨૩નો પ્રારંભ તા. ૧૦ થી ૧૪ જૂલાઇ દરમિયાન થયો છે.
      પૂરક પરીક્ષા-૨૦૨૩ના દ્રિતીય  દિવસે ધોરણ ૧૦માં સ્ટાન્ડર્ડ ગણિત વિષયમાં ૧૮૬ વિધ્યાર્થીઓ પૈકી ૧૬૮  વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ગુજરાતી માધ્યમમાં ૧૪૩ વિધ્યાર્થીઓ હાજર જ્યારે ૧૬   વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. સ્ટાન્ડર્ડ ગણિત અંગ્રેજી માધ્યમમાં ૨૫ વિધ્યાર્થીઓ હાજર બે વિદ્યાર્થી ની ગેરહાજરી નોંધાઇ હતી.
      ધો.૧૦માં દ્રિતીય ભાષા અંગેજી  વિષયમાં ૬૩૨ વિધ્યાર્થીઓ પૈકી ૫૨૧  વિદ્યાર્થી  ઓએ પરીક્ષા આપી હતી.  ૧૧૧  વિદ્યાર્થી ઓ ગેરહાજર હતા. દિવ્યાંગ બે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી આપી હતી. ધોરણ ૧૦ માં કુલ ૬૯૧ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૧૨૭ વિધાર્થી ગેરહાજરરહ્યા.    
      ધોરણ-૧૨માં વિજ્ઞાન પ્રવાહના રસાયણ વિજ્ઞાન  વિષયમાં ૩૭૮ વિધ્યાર્થીઓ પૈકી ૨૮૨ વિધ્યાર્થીઓએ  પરીક્ષા આપી હતી અને ૯૬ વિધ્યાર્થીની ગેરહાજર રહ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમ ૩૩૬ વિધ્યાર્થીઓ પૈકી  ૨૪૭  વિધ્યાર્થીઓ પરીક્ષા આપી અને ૮૯ ગેરહાજર રહ્યા હતા.તેમજ બે દિવ્યાંગ વિધાર્થીઓએ ગુજરાતી માધ્યમમાં રસાયણ વિજ્ઞાન  વિષયમાં પરીક્ષા આપી હતી. રસાયણ વિજ્ઞાન વિષય અંગ્રેજી માધ્યમમાં ૪૨ વિધાર્થીઓ પૈકી ૩૫  વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૭ વિધ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઇ હતી.
       ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં  દ્રિતિય ભાષા અંગેજીના ૨ વિધાર્થીઓ પૈકી ૧  વિધાર્થીએ પરીક્ષા આપી  ૧ વિધાર્થી ગેર હાજર રહ્યો હતો. ધોરણ ૧૨માં કુલ ૨૮૩ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી. ૯૭ વિધાર્થીઓ ગેર હાજર રહ્યા.     
     આમ બીજા દિવસે ધોરણ ૧૦ અને ૧૨ ના કુલ ૯૭૪   વિધ્યાર્થીઓ પરીક્ષા આપી અને ૨૨૪ વિધ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. શાંતિપુર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ હતી એમ શિક્ષણાધિકારીની અખબારી યાદીમાં જણાવાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.