બોટાદ ખાતે કર ચાલકે એકને અડફેટે લીધા બાદ કર દીવાલ તોડી ઘરમાં ઘૂસી - At This Time

બોટાદ ખાતે કર ચાલકે એકને અડફેટે લીધા બાદ કર દીવાલ તોડી ઘરમાં ઘૂસી


બોટાદ શહેરમાં આજ રોજ એવી ઘટના પ્રકાશમાં આવી હતી કે ઉતાવે છૂટી ઘણાયના જીવ તાળવે ચોટી ગયા હતા કારણ કે સ્ટેશન રોડ ઉપર એક યુવકને કાર ચાલકે અડફેટે લીધા બાદ આ કાર ચાલક થોડે દૂર બોટાદના સહકાર નગર વિસ્તારમાં પ્રવેશતાની સાથે જ એટલી બઘી કાર સ્પીડમાં હતી કે રહેણાકી મકાનની દિવાલ તોડીને કાર ઘરન ઘુસી ગઈ હતી જેને લઇ રહેણાંકી મકાનના પરિવારજનોના જીવ તાળવે ચોંટી ગયા હતા નાસ ભાગ મચી હતી અને ઘટના સ્થળે લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ જતા પોલીસ દોડી આવી.વધુ મળતી વિગતો અનુસાર આજે શુક્રવારના સાંજના સુમારે એક કાર ચાલકે બોટાદના સ્ટેશન રોડ ઉપર એક યુવકને અડફેટે લીધાની ઘટના પ્રકાશમાં આવી હતી અને આજ કાર ચાલકે બોટાદના સહકાર નગર વિસ્તારમાં પ્રવેશતા ની સાથે જ આ રહેણાકી મકાનની દિવાલ તોડીને સ્પીડમાં કાર મકાનમાં ઘૂસી ગઈ હતી જેને લઇ રહેણાંકી વિસ્તારના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને મકાન ની અંદર બુમા બુમ પડી ગઈ હતી સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાન હની થવા પામેલ ન હતી પરંતુ મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી આ દુર્ઘટનાને લઇ આ વિસ્તારના રહીશોમાં પણ આક્રોશ છવાયો હતો સાથે સાથે આવા મોટા બાપની પેદાશ આવા તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ કારણ કે રહેણાંક વિસ્તારમાં પણ આવી રીતે બે ફિકરાઈ પૂર્વક કાર ચલાવી જિંદગી જોખમાય તે રીતે ચલાવવા અંગે આવા શખ્સો સામે ધોરણ સર ની કાર્યવાહી થવી જોઈએ તેવી પણ આ વિસ્તારના રહીશોએ માંગ કરી હતી જ્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં રહીશો એકત્રિત થયા હતા પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી.અને એવી પણ વિગતો પ્રકાશમાં આવી હતી કે આ કાર ચાલકે જે યુવકને અડફેટે લીધો હતો તે યુવક પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.તે યુવકને યાદ પણ નાની મોટી ઇજાઓ થવા પામી હોવાની પણ પ્રાથમિક વિગતો મળી રહી હતી.પોલીસને આ ઘટનાની જાણ થતા ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહીનો દોર શરૂ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.