જિલ્લા કમાન્ડન્ટ ગીર-સોમનાથ શ્રી વી.એસ.ઠાકર સાહેબ ના માર્ગદર્શન હેઠળ આજ રોજ વેરાવળ શહેર મુકામે ફરજ બજાવતા વેરાવળ યુનિટ હોમગાર્ડઝ કે.બી.જોષી તેમજ એ.એસ.ચુડાસમા નાઓ - At This Time

જિલ્લા કમાન્ડન્ટ ગીર-સોમનાથ શ્રી વી.એસ.ઠાકર સાહેબ ના માર્ગદર્શન હેઠળ આજ રોજ વેરાવળ શહેર મુકામે ફરજ બજાવતા વેરાવળ યુનિટ હોમગાર્ડઝ કે.બી.જોષી તેમજ એ.એસ.ચુડાસમા નાઓ


જિલ્લા કમાન્ડન્ટ ગીર-સોમનાથ
શ્રી વી.એસ.ઠાકર સાહેબ ના માર્ગદર્શન હેઠળ આજ રોજ વેરાવળ શહેર મુકામે ફરજ બજાવતા વેરાવળ યુનિટ હોમગાર્ડઝ કે.બી.જોષી તેમજ એ.એસ.ચુડાસમા નાઓ
તા૦૫/૦૪/૨૦૨૪ ના રોજ સાંજ ના સમય પર ચોપાટી ખાતે ફરજ ઉપર હોય તે દરમીયાન મૂળ રાજસ્થાન રાજય ના અજમેર જિલ્લા કિશનગઢ તાલુકા ના રહેવાસી નિર્મલ તેજરામ ચૌધરી નાઓ ચોપાટી મુકામે ફરવા આવેલ હોય તે દરમિયાન તેઓ નું પર્સ પડી જતા વેરાવળ યુનિટ હોમગાર્ડઝ માં ફરજ બજાવતા કે.બી.જોષી નાઓ ને તેઓ નું પર્સ મળેલ જેમાં નજર કરતા રૂ.૫૦૦૦ રોકડ રકમ તેમજ અગત્ય ના અસલ ડોક્યુમેન્ટ માલુમ પડતા પર્સ ના મૂળ માલીક ને શોધી ને સોપી આપી પ્રસંશનીય કામગીરી કરેલ હોય.
ત્યારે બહારગામ થી ફરવા આવેલ પર્સ ના મૂળ માલિક એ ગુજરાત પોલીસ તેમજ ગુજરાત હોમગાર્ડઝ નો આભાર માન્યો હતો.

*રિપોર્ટર... વિજય સિંહ રાજપૂત*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.