દેરડી કુંભાજીમાં શરદ પૂનમ નિમિત્તે ગરબા સ્પર્ધાનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું - At This Time

દેરડી કુંભાજીમાં શરદ પૂનમ નિમિત્તે ગરબા સ્પર્ધાનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું


પ્રાપ્ત માહિતી મુજબ દેરડી કુંભાજીમાં શરદ પૂનમ નિમિત્તે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેના આયોજક ગણેશ ટીમ દેરડી કુંભાજી હતા. જેમાં અંદાજે ૧૪ ટીમોએ ભાગ લીધેલો હતો તેમાં પ્રથમ નંબરે નાલંદા ગ્રુપ, દ્વિતીય નંબરે બાંભણિયા ગ્રુપ અને તૃતીય નંબરે થોરખાણ ગામનું સાકરીયા ખોડીયાર મંદિર ગરબા ગ્રુપ આવેલું છે. આ સ્પર્ધા તદ્દન પ્રાચિન પદ્ધતિ પ્રમાણે હતી, જેમાં આજના કહેવાતા ડીજે નહીં પરંતુ તબલા અને હાર્મોનિયમના સંગાથે સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલું હતું. આ સ્પર્ધામાં ખોડીયાર મંદિર ગરબા ગ્રુપના મેનેજમેન્ટમાં પરેશભાઈ પીપળીયા, સંગીતમાં અને ગાયનમાં ભુપતભાઈ ડોડીયા, તબલામાં હકાભાઇ પાડલીયા અને ગરબા ગ્રુપની બાળાઓમાં ધારા ડોડીયા, હેતલ સાકરીયા, ધ્રુવી સાકરીયા, જીન્કલ સાકરીયા, દ્રષ્ટિ સાકરીયા, જાગુ સાકરીયા, પૂનમ સાકરીયા, રિદ્ધિ પાનસુરીયા, કોમલ ધડુક, દિવ્યા સાકરીયા, મનાલી સાકરીયા, ગોપી પાડલીયા, પૂજા પટેલ, જીગુ સાકરીયા, અકબરી શ્રુતિ અને અકબરી નયના એે ભાગ લીધેલો હતો. અને ટુંકા ગાળા ની મહેનત અને અથાક પરિશ્રમના અંતે સાકરીયા ખોડીયાર મંદિર ગરબા ગ્રુપ દ્વારા તૃતીય નંબર પ્રાપ્ત કરી અને થોરખાણ ગામનું ગૌરવ વધાર્યું હતું.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.