કોમર્સ કોલેજ મોડાસામાં યુવાઉત્સવ - 23 ઉજવાયો - At This Time

કોમર્સ કોલેજ મોડાસામાં યુવાઉત્સવ – 23 ઉજવાયો


નહેરુ યુવા કેન્દ્ર પ્રાયોજિત અરવલ્લી જિલ્લા  યુવા ઉત્સવ-૨૦૨૩ ધી મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત શ્રી એચ. એસ. શાહ કૉલેજ ઓફ કોમર્સના યજમાન પદે યોજાયો હતો. આ ઉત્સવમાં કુલ પાંચ વિભાગમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી. કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ ગરબામાં પ્રથમ ક્રમ તથા ભાષણ પ્રતિયોગિતામાં દ્વિતીય ક્રમ મેળવી સુંદર દેખાવ કર્યો હતો. આ વિદ્યાર્થીઓ હવે રાજ્ય કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લેશે. કાર્યક્રમના સમાપન સમારંભમાં હાજર બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, મોડાસા નગપાલિકાના પ્રમુખ શ્રીમતિ જલ્પાબેન ભાવસાર, મંડળના ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ શાહ તથા કૉલેજના કાર્યકારી આચાર્ય ડૉ. એમ.કે. પટેલે તમામ વિજેતાઓને પ્રમાણપત્ર તથા મોમેન્ટો આપી સન્માન કર્યું હતું અને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કોલેજના પ્રભારી મંત્રી શ્રી સુભાષભાઈ શાહ તથા આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ કો ઓર્ડીનેટર ડૉ. કમલેશ ગોસ્વામી તથા કૉલેજ પરિવાર અને એન.એસ.એસ. સ્વયંસેવકોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.