હિંમતનગર હાઇસ્પીડ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓના મોત મામલે પોલીસ પુરાવા પછી ચાલક સામે ફરિયાદ નોંધશે
• ટેકનિકલ સર્વેલન્સ અને cctv વીડિયો ફૂટેજના આધારે પોલીસ ચાલક નક્કી કરીને તપાસ હાથ ધરશે
હાઈસ્પિડ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓના મોત મામલે પોલીસ પૂરાવા પછી ચાલક સામે ફરિયાદ નોંધશે. મંગળવારે હિંમતનગર-વિજાપુર રોડ પર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સ્કોર્પિયો લઈને નીકળતા સર્જાયેલ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓના મોત થયા હતા. ઇજાગ્રસ્ત અશરફ આસિફભાઇ ઉ.વ. 18 અમદાવાદ ખાતે સારવાર હેઠળ છે. બચી ગયેલ અન્ય કિશોરની માનસિક સ્થિતિ સારી નથી અને આઘાતમાં સરી પડ્યો છે.
બીજી બાજુ સ્કુલ સંચાલકો સ્કૂલ કેમ્પસ વિસ્તારમાં વાહન લઈને પ્રવેશ અપાતો ન હોવાનું એકસરખું રટણ કરી રહ્યા છે. બીજી બાજુ રૂરલ પોલીસે પણ ઘટનાના 36 કલાક બાદ વિવિધ તથ્યો આધારે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. હિંમતનગરની રૂમી હાઈસ્કૂલના ધો. 12ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભ બાદ બે કિશોરોના વાહન અકસ્માતમાં મોત અને એક 18 વર્ષીય વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવાની બીનાએ સૌ કોઈને ઝકઝોરી દીધા છે. શહેરની અગ્રણી બે હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અને સંચાલક સાથે આ મામલે વાત કરતા બંનેએ એક જ રટણ કર્યું હતું કે સ્કૂલ કેમ્પસમાં વાહન લઈને પ્રવેશ આપવામાં આવતો નથી અને આ વાલીઓની ફરજમાં આવે છે કહી હાથ અધ્ધર કરી દીધા હતા.
આરટીઓ ઇન્સ્પેક્ટર ભાર્ગવ ચાવડાએ જણાવ્યું કે 16 વર્ષથી ઉપરના બાળકો ગિયર વગરનું વાહન ચલાવી શકે છે. ઈલેક્ટ્રિક બાઈકનું રજિસ્ટ્રેશન જ થતું નથી.પોલીસ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓનો સંપર્ક કરી કોણ કોણ ગયા હતા કેટલા વાગ્યે નીકળ્યા હતા વગેરે વિગતો મેળવવા પ્રયાસ થઈ રહ્યો છે. આ દરમ્યાન પોલીસે કેટલાક વીડિયો અંકે કર્યા છે અને ટેકનિકલ સર્વેલન્સ આધારે ચાલક નક્કી કરવા આગળ વધી રહી છે. રૂરલ પી.આઈ હરેશભાઈ હેરભાઈ જણાવ્યું કે ફરિયાદ નોંધવામાં આવી રહી છે અત્યારે આરોપી તરીકે ચાલકને લેવામાં આવ્યો છે.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે
