મહીસાગર જિલ્લા વાસ્મો કચેરીના યુનિટ મેનેજર દ્વારા કડક કાર્યવાહી કરાતા 27 કોન્ટ્રાક્ટરો ડિબાર કરાયાને પગલે કોન્ટ્રાક્ટર આલમમાં સન્નાટો - At This Time

મહીસાગર જિલ્લા વાસ્મો કચેરીના યુનિટ મેનેજર દ્વારા કડક કાર્યવાહી કરાતા 27 કોન્ટ્રાક્ટરો ડિબાર કરાયાને પગલે કોન્ટ્રાક્ટર આલમમાં સન્નાટો


નલ સે જલ યોજનામાં કરોડોના ભ્રષ્ટાચારના પગલે
મહીસાગર જિલ્લા વાસ્મો કચેરીના યુનિટ મેનેજર દ્વારા કડક કાર્યવાહી કરાતા 27 કોન્ટ્રાક્ટરો ડિબાર કરાયાને પગલે કોન્ટ્રાક્ટર આલમમાં સન્નાટો
મહીસાગર જિલ્લામાં 259 કરોડ રૂપિયા વાસમો યોજનામાં ખર્ચાઈ ગયા
સૌથી વધુ સંતરામપુર તાલુકામાં 109 કરોડ રૂપિયા વપરાયા

નલ સે જલ યોજનામાં કરોડોના ભ્રષ્ટાચારને પગલે મહીસાગર જિલ્લામાં વાસ્મો કચેરીના યુનિટ મેનેજર દ્વારા કડક કાર્યવાહી કરાતા 27 કોન્ટ્રાક્ટરોને ડીબાર કરાતા સનસનીખેજ મચી જવા પામી છે.જિલ્લામાં જે ગામોમાં વાસ્મો યોજનામા કોન્ટ્રાક્ટરો દ્વારા કામ પૂર્ણ કરાયા નથી કાં તો ભ્રષ્ટાચાર કરીને નલ સે જલ યોજનામાં ખોટા બીલો મૂકી રૂપિયા ઘર ભેગા કરી લેવાતા મહીસાગર જિલ્લામાં 27 એજન્સીને ત્રણ વર્ષ માટે પાણી પુરવઠા બોર્ડ અને વાસ્મોના કામોમા ભાગ લઈ શકશે નહીંના ગાંધીનગર કચેરીના આદેશથી કોન્ટ્રાક્ટર આલમમાં ભૂકંપ. નલ સે જલ યોજનામાં 2019 થી 2024 સુધી 2,59,36,98,552 રૂપિયા વપરાઈ ગયા.જેમાં સંતરામપુર તાલુકામાં વધુ 109 કરોડ રૂપિયા વાસ્મો યોજનામાં વપરાઇ ગયાના આંકડા ખાતાકીય આવેલ છે. મહીસાગર જિલ્લા કચેરી વાસ્મો દ્વારા ભ્રષ્ટાચારના પગલે યુનિટ મેનેજર સહિત કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા અને તરત જ નવા યુનિટ મેનેજર ગીરીશભાઈ અગોલા અને નવી ટીમ મૂકવામાં આવી હતી.વાસમો યુનિટ મેનેજર ગીરીશભાઈ અગોલા દ્વારા ખાતાકીય તપાસ કરાતા 111 કોન્ટ્રાક્ટરોને થોડા દિવસ અગાઉ વાસમો કે પાણી પુરવઠા યોજનામાં ટેન્ડર ભરી શકશે નહીંના આદેશ ગાંધીનગર સ્થિત કચેરીથી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સંપૂર્ણ તપાસ કરાતા આજરોજ મહીસાગર જીલ્લા યુનિટ મેનેજર ગિરીશ અગોલાના મોકલવામાં આવેલ ખાતાકીય તપાસના આદેશોને ગાંધીનગર સ્થિત ઈજનેર દ્વારા 27 એજન્સીઓને ડિબાર કરવામાં આવી છે.જે કોન્ટ્રાક્ટરો કે એજન્સીઓ ત્રણ વર્ષ સુધી કે પાણી પુરવઠા યોજનામાં કે વાસ્મો કામ કરી શકશે નહીં.
બોક્સ :1
ડિબાર કરાયેલ 27 એજન્સીઓ

કે.જે.મહેરા માલપુર, જય માતાજી કન્સ્ટ્રક્શન લુણાવાડા, અરવિંદ એ. માલીવાડ ખાનપુર, સૂર્યકાંત આર. પટેલ વિરપુર,રાજકુમાર આર.શર્મા લુણાવાડા, એન.વી.પંચાલ ખાનપુર,આર.એમ. વણઝારા શહેરા, અર્જન ડી.પાદરીયા કડાણા,જે.ડી.કલાલ કડાણા, જયંતીભાઈ એચ.પટેલ બાલાસિનોર,તુષાર ગુણવંત પટેલ ખેડા, ધિયાર કન્સ્ટ્રક્શન મહીસાગર, બી.વી.ચૌધરી બનાસકાંઠા, ભવ્ય અર્થ મૂવર્સ મહીસાગર, ભુપેન્દ્ર બી.પટેલ ખાનપુર,મુકેશ એચ.શ્રીમાળી મહીસાગર, યસ કન્સ્ટ્રક્શન ગાંધીનગર, રમેશભાઈ બી. પટેલ કડાણા, રુઘનાથસિંહ પી.પરમાર વીરપુર, વિજય આર.ડામોર ખાનપુર,વૈષ્ણવી કોર્પોરેશન સુરત,શ્રી સર્જન એજન્સી ખેડા,સીતાજી જેઠાજી વણઝારા બાકોર, હેમેન્દ્રસિંહ સોલંકી લુણાવાડા, સર્જન એજન્સી ભાવનગર, એચ.ડી.પટેલ કડાણા.
બોક્સ:2
1/4/2019 થી આજની તારીખ સુધીમાં
2,59,36,98,552/- રૂપિયા યોજનામાં વપરાયા
સંતરામપુર-1,09,05,36249/-
લુણાવાડા- 57,83,86382/-
કડાણા -35,47,54296/-
ખાનપુર-27,05,78209/-
વીરપુર -15,46,12458/-
બાલાસિનોર-14,48,30877/-
બોક્સ 3
ટેન્ડરની શરતો અનુસાર કોન્ટ્રાક્ટરોને વર્ક ઓર્ડર આપવામાં આવેલા હતા પરંતુ જિલ્લાના જે તે ગામોમાં કામગીરી પૂર્ણ કરેલ નથી અને ઘર ઘર સુધી પાણી પણ પહોંચાડવામાં આવેલ નથી. જે તપાસને લઈ વાસ્મો કચેરીના અધિકારી ગીરીશભાઈ અગોલા દ્વારા નોટિસ આપવા છતાં કોઈ જ ખુલાસા કોન્ટ્રાક્ટરો દ્વારા ન કરાતા ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવામાં આવેલ છે.

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.