સાયલા શ્રી નાનચંદ્રજી મહારાજ પે સેન્ટર શાળા નં-૩ સાયલાની દીકરી તેજસ્વીબા હરપાલસિંહ મોરી દ્વારા મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષા(ઝોન કક્ષા)એ વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો - At This Time

સાયલા શ્રી નાનચંદ્રજી મહારાજ પે સેન્ટર શાળા નં-૩ સાયલાની દીકરી તેજસ્વીબા હરપાલસિંહ મોરી દ્વારા મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષા(ઝોન કક્ષા)એ વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો


સાયલા ની શ્રી નાનચંદ્રજી મહારાજ પે સેન્ટર શાળા નં-૩ સાયલાની દીકરી તેજસ્વીબા હરપાલસિંહ મોરી દ્વારા મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષા(ઝોન કક્ષા)એ વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો.તેજસ્વીબા દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું.આ હરીફાઈમાં આગળના દિવસે જ વિષય આપીને બીજા દિવસે વક્તવ્ય આપવાનું હોય છે.આ અગાઉ તેજવીબાનો જિલ્લા કક્ષામાં પ્રથમ નંબર આવતા તેઓએ પ્રદેશ કક્ષાએ ભાગ લીધો હતો અને ઉત્તમ રજૂઆત કરી હતી.પ્રદેશ કક્ષાની હરીફાઈ સુરેન્દ્રનગર ખાતે યોજાઈ હતી જેમાં કુલ ૯(નવ)જિલ્લામાંથી સ્પર્ધકો આવ્યા હતા.દીકરી તેજસ્વીબાની આ સિદ્ધિ બદલ નાનચંદ્રજી મહારાજ પે સેન્ટર શાળા નંબર-૩ સાયલા પરિવાર દ્વારા હર્ષની લાગણી સાથે અઢળક શુભેચ્છા પાઠવી હતી.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image