જિલ્લાના છેવાડાના ગામની સ્વચ્છતાની ચિંતા કરતા સરકારશ્રી નો આભાર વ્યક્ત કરતા ભલગામના સરપંચ - At This Time

જિલ્લાના છેવાડાના ગામની સ્વચ્છતાની ચિંતા કરતા સરકારશ્રી નો આભાર વ્યક્ત કરતા ભલગામના સરપંચ


જિલ્લાના છેવાડાના ગામની સ્વચ્છતાની ચિંતા કરતા સરકારશ્રી નો આભાર વ્યક્ત કરતા ભલગામના સરપંચ
વિસાવદરતા.જુનાગઢ જિલ્લા મુકામે મા. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)  અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા  ભારત સરકારના સ્વચ્છ ભારતના ઉદ્દેશને સાકાર કરવા ઘન તથા ભીના કચરાના નિકાલ માટે મા.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપસ્થિતિમાં ભલગામ ગ્રામ પંચાયતને ઘન કચરાના નિકાલ માટે ઇ-રીક્ષા આપવામાં આવી હતી અને
ભલગામ પંચાયતમાં પહેલી વખત ફાળવવામાં આવેલ  ઇ-રીક્ષાનું આજરોજ ગ્રામ પંચાયત ઓફિસ ખાતે ગામની દિકરીના હાથે કંકુ તિલક કરીસરપંચશ્રી ,સભ્યશ્રીઓ અને ગ્રામજનો દ્વારા ઇ-રીક્ષા સ્વાગત કરવામાં આવ્યું "સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત" "સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ " સૂત્ર ને સાર્થક કરવા માટે ઇ-રીક્ષા ને ડોર ટુ ડોર ઘન કચરાને ભેગો કરી નિકાલ માટે  ઇ-રીક્ષા ગામમાં રવાના કરવામાં આવી હતી સરકારશ્રી દ્વારા આ સુવિધા અર્પણ કરવાની સાથે "સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત"ની સરપંચશ્રી દ્વારા ગ્રામજનોને શુભકામના પાઠવી, સરપંચ શ્રીમતી જ્યોત્સનાબેન ગીરીશભાઈ ગોધાણી , ઉપસરપંચશ્રી સભ્યશ્રીઓ અને ગ્રામજનોને સરકારશ્રીનો આભાર વ્યક્ત કરેલ હતો

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.