રાજકોટમાં એક કલાકમાં અડધો ઈંચ, સૌરાષ્ટ્રમાં એલર્ટ જાહેર, કાલ સુધી ભારે વરસાદની સંભાવના - At This Time

રાજકોટમાં એક કલાકમાં અડધો ઈંચ, સૌરાષ્ટ્રમાં એલર્ટ જાહેર, કાલ સુધી ભારે વરસાદની સંભાવના


મોન્સૂન ટ્રફ તેની નોર્મલ પોઝિશનથી દક્ષિણ તરફ વળ્યું, સવારથી જ સર્વત્ર વરસાદી વાતાવરણ

રાજકોટમાં આખો દિવસ વાતાવરણ સ્વચ્છ અને ચોખ્ખું રહ્યું હતું. તેમજ બપોરના ભાગે તડકો પણ નીકળ્યો હતો. જોકે બાદમાં સાંજે 4 પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશ વાદળોથી ગોરંભાયું હતું. એ જોતા એવું લાગતું હતું કે, હમણા જ વરસાદ તૂટી પડશે, પરંતુ આવ્યો માત્ર અડધો ઈંચ વરસાદ. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હવે મોન્સૂન ટ્રફ તેની નોર્મલ પોઝિશન કરતા દક્ષિણ તરફ વળ્યું છે. મોન્સૂન ટ્રફ દક્ષિણ તરફ હોય તે વરસાદ માટે સાનુકૂળ પરિસ્થિતિ છે. આ સિવાય સાઇક્લોનિક સર્ક્યુલેશન ઓરિસ્સાના અને છત્તીસગઢના વિસ્તારોમાં સ્થિર થયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.