જોરાવરનગર પોલીસે મેક્સન સર્કલ પાસેથી દેશી દારૂ ભરેલી રીક્ષા સહિત ત્રણ ઈસમો ઝડપાયા. - At This Time

જોરાવરનગર પોલીસે મેક્સન સર્કલ પાસેથી દેશી દારૂ ભરેલી રીક્ષા સહિત ત્રણ ઈસમો ઝડપાયા.


તા.17/09/2022/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

દેશી દારૂ લીટર 515 કિ.રૂ.10,300 તથા સીએનજી રીક્ષા કિ.રૂ.50,000 તથા મોટરસાયકલ કિ.રૂ.15,000 તથા મોબાઇલ ફોન નંગ 3 કિ.રૂ.6,000 એમ કુલ મળીને કિ.રૂ.81,300 ના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમો ઝડપાયા.

જોરાવરનગર પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન એએસઆઇ હેમદીપ મારવણીયા ને ચોક્કસ હકીકત મળતા મુળી તરફથી એક સીએનજી રીક્ષા જેનો રજી. જીજે 01 ટીએ 9687 વાળીમાં દેશી દારૂ ભરી નીકળેલ છે તે સીએનજી રીક્ષા મેક્સન સર્કલ તરફ આવનાર છે તેની આગળ એક નંબર પ્લેટ વગરનો મોટરસાયકલ પાયલોટિંગ કરી રહેલ છે તેવી બાતમી આધારે જોરાવરનગર પોલીસ સ્ટાફના પી એસ આઇ આર.જે.જાડેજા, એએસઆઈ હેમદીપ મારવણીયા, સરદારસિંહ, ચમનભાઈ સહિત સમગ્ર ટીમ દ્વારા રતનપર ત્રિમંદિર પાસે વોચમાં રહી પ્રથમ બાતમી વાળું મોટરસાયકલ આવતા તેના ચાલક હરેશભાઈ ભલાભાઇ બથવાર જાતે અનુ જાતિ ઉ.38 રહે ભોજપરી ચોટીલા વાળાને ઝડપી પાડેલ ત્યારબાદ તેની પાછળ બાતમી વાળી સીએનજી રીક્ષા આવતા તેના ચાલકને હાથથી ઈશારો કરી ઉભી રખાવવા પ્રયત્ન કરતા રીક્ષા ચાલકે ઊભી નહીં રાખતા રતનપર મેક્સન સર્કલથી વઢવાણ તરફ ભગાડતા તે રીક્ષા નો ફિલ્મી ઢબે પીછો કરી શિહોરી હોટલ સામે ઓવરટેક કરી રીક્ષા ને બ્લોક કરી ઉભી રખાવી રિક્ષામાં બેસેલ વિનોદ ઉર્ફે મુંડી નટુભાઈ વ્યાસ જાતે બ્રાહ્મણ ઉં.33, જોરાવરનગર પાવૈયા પીપર પાસે વઢવાણ, મુકેશગીરી હરદેવગીરી ગોસ્વામી જાતે બાવાજી ઉ.31 જોરાવરનગર પાવૈયા પીપર પાસે વઢવાણ, વાળાઓને ઝડપી પાડી રિક્ષામાં રહેલ દેશી દારૂ લીટર 515 કિ.રૂ.10,300 તથા સીએનજી રીક્ષા કિ.રૂ.50,000 તથા વાદળી પટાવાળુ મોટરસાયકલ કિ.રૂ.15,000 તથા મોબાઇલ ફોન નંગ 3 કિ.રૂ.6,000 એમ કુલ મળીને કિ.રૂ.81,300 ના મુદ્દામાલ સાથે ત્રણેય ઈસમ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.