રાજકોટ સિવિલ હોસ્પિટલને વધુ એક ત્વચા દાન મળ્યું - અવસાન પામેલ સુભાષભાઈ મરાઠાના પરિવારજનોએ ત્વચાદાન કર્યું- At This Time

રાજકોટ સિવિલ હોસ્પિટલને વધુ એક ત્વચા દાન મળ્યું – અવસાન પામેલ સુભાષભાઈ મરાઠાના પરિવારજનોએ ત્વચાદાન કર્યું-


રાજકોટ તા. ૨૨ મે - રાજકોટ જિલ્લામાં નાગરિકોમાં ત્વચાદાન અંગે જાગૃતી વધી છે, ત્યારે રાજકોટ પી.ડી.યુ. હોસ્પિટલને વધુ એક મૃતકનું ત્વચાદાન મળ્યું છે. રાજકોટના સુભાષભાઈ રાજારામભાઈ મરાઠાનું તા.૨૦/૦૫/૨૦૨૪ના રોજ અવસાન થતા તેમના પરિવાર દ્વારા તેમનું અંગદાન કરવામાં આવ્યું હતું. ગંભીર રીતે દાઝી ગયેલા કેસોમાં, ટ્રોમા દર્દીઓ તેમજ બાયોલોજિકલ ડ્રેસીંગ માટે સારવારમાં આ દાન કરેલ ત્વચા સારવાર માટે ખુબ ઉપયોગી સાબિત થતી હોય છે.
પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટના તબીબી અધિક્ષકશ્રી ડો. આર.એસ.ત્રિવેદી અને પ્લાસ્ટીક સર્જરી વિભાગના વડા ડો. મોનાલી માકડીયા, સ્કીન ડોનેશન માટે જાગૃતિ ફેલાવવા પ્રયત્નશીલ છે. નોંધનીય છે કે, ડોનેશનમાં મેળવેલી સ્કીન વ્યક્તિના મૃત્યુ બાદ ૪૫ મિનિટમાં મેળવવામાં આવે છે. પીડીયુની નિષ્ણાંત ટીમ મૃતકના ઘરે જઈને સ્કીન ડોનેશન સ્વીકારે છે. આ માટે હેલ્પલાઈન નંબર ૭૨૧૧૧ ૦૨૫૦૦ સક્રિય છે તેમ તબીબી અધિક્ષક, પી.ડી.યુ હોસ્પિટલ રાજકોટની યાદીમાં જણાવાયું છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.