બોટાદ ખાતે બૌદ્ધ સમાજ બોટાદ દ્વારા બુદ્ધ જયંતિ નિમિત્તે ધમ્મ પદયાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવેલ - At This Time

બોટાદ ખાતે બૌદ્ધ સમાજ બોટાદ દ્વારા બુદ્ધ જયંતિ નિમિત્તે ધમ્મ પદયાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવેલ


(બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા )
ત્રિવિધ પુર્ણિમા એટલે વૈશાખી બુદ્ધ પુર્ણિમા તરીકે દેશ દુનિયામા ઉજવવામા આવે છે સમગ્ર સૃષ્ટિના માનવ જીવનું કલ્યાણ કરનાર વિશ્વ વંદનિય મહાકારુણી તથાગત ગૌતમ બુદ્ધ ની ૨૫૬૮મી જન્મ જયંતિ, જ્ઞાન પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ દિન તરીકે ઉજવવામા આવે છે ત્યારે બૌદ્ધ સમાજ બોટાદ દ્વારા સમતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને ભારતીય બૌદ્ધ મહાસભા શાખા,બોટાદ દ્વારા તારીખ.૨૩/૦૫/૨૦૨૪ ના રોજ બુદ્ધ પુર્ણિમા નિમિત્તે બીજી ઐતિહાસિક ધમ્મ પદયાત્રા મહોત્સવ નું આયોજન બોધિરાજ બૌદ્ધ ઉર્ફે પરેશભાઈ રાઠોડ. વિઠ્ઠલભાઈ બોળીયા. હરેશભાઇ પરમાર દ્વારા કરવામા આવેલ સવારે ૯.કલાકે ધમ્મ પદયાત્રા. પ્રસ્થાન,આર્ય પ્લાઝા સોસાયટી પાળીયાદ રોડ થી નિકળી.શ્રી કે,બી,કોલેજ.પંજવણી કાંટા.એસ,ટી,ડેપો.જુના માર્કિટ યાર્ડ.હવેલી ચોક.મોબાઈલ બજાર.રેલવે સ્ટેશન રોડ.સરકારી હાઈસ્કૂલ થી વળી ટાવર રોડ.દિનદયાલ ચોક. અવેડા ગેટ.હિરા બજાર.જ્યોતિગ્રામ સર્કલ થઈ અશોકસ્થંભ મુક્તિધામ ખાતે પૂ,ભંતે પથિક શ્રેષ્ઠી દ્વારા ધમ્મ દેશના આપવામા આવેલ ધમ્મ પદયાત્રા ને સમાપન કરવામા આવેલ ત્યારબાદ ધમ્મ યાત્રામા દાન આપનાર તમામ દાતાઓ નું સન્માન કરવામા આવેલ અને સુજાતા ભોજન ગ્રહણ કરેલ ધમ્મ પદયાત્રામા તાલુકા સેવા સદનની બાજુમા માલધારી એકતા સમિતિ દ્વારા પાણીનુ કાઉન્ટર ની વ્યવસ્થા અને સરકારી હાઈસ્કૂલ ની બાજુમા દિલિપ મહારાજ દ્વારા છાસ વિતરણ કરેલ અને હોમગાર્ડ ઓફિસે ધમ્મ પદયાત્રાનુ ભવ્ય સ્વાગત કરીને અમિતભાઈ રાઠોડ દ્વારા પાણી અને સરબસ ની વ્યવસ્થા કરવામા આવેલ ધમ્મ યાત્રામા બોટાદ જિલ્લાના અલગ અલગ સંગઠનો જોડાયા હતા તેમજ ઉત્સાહભેર ભગવાન બુદ્ધ ને માનનાર બૌદ્ધ ઉપાસક, ઉપાસિકાઓ જોડાઈ ને ધમ્મ પદયાત્રાને સફળ બનાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.