બોટાદ શહેરમાં અખિલ ભારતીય કોળી સમાજનું કાર્યાલય ખુલ્લું મુકાયું - At This Time

બોટાદ શહેરમાં અખિલ ભારતીય કોળી સમાજનું કાર્યાલય ખુલ્લું મુકાયું


બોટાદ શહેરમાં અખિલ ભારતીય કોળી સમાજનું કાર્યાલય ખુલ્લું મુકાયું

બોટાદ શહેર ખાતે ગઢડા રોડ ઉપર અખિલ ભારતીય કોળી કોલી સમાજના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. આગામી દિવસોમાં આવનારી વિધાનસભા ની ચૂંટણીને લઈને અખિલ ભારતીય કોલી કોરી સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ માં અખિલ ભારતીય કોળી કોરી સમાજના પ્રદેશ અધ્યક્ષ વિક્રમ સોરાણી ના હસ્તે આ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

આ દરમિયાન વિધાનસભા ની ચૂંટણીને લઈને રણનીતિ નક્કી કરવામાં આવી હતી. તેમજ પ્રદેશ પ્રમુખ વિક્રમ સોરાણી દ્વારા મીડિયાને નિવેદન આપતા જણાવ્યું હતું કે જે પક્ષ કોળી સમાજના પ્રશ્નો હલ કરશે તેની સાથે કોળી ઠાકોર સમાજ ઉભો રહેશે. સરકાર જો કાલે જ કોળી સમાજના પ્રશ્ન હલ કરે તો કોલી સમાજ સરકાર ને સમર્થન આપશે તેમજ વિક્રમ સોરાણી એ વધુમાં જણાવ્યું હતું કે જો સરકાર અમારી માંગણીઓ સ્વીકારે તો હું પોતે પણ આપ પાર્ટી છોડી દઈશ અને સરકારને સમર્થન આપીશ. ઉલ્લેખનીય છે કે વિક્રમ સોરાણી ને વાંકાનેર વિધાનસભાના ઉમેદવાર તરીકે આપ પાર્ટીએ જાહેર કરેલ છે. આમ વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકિય પક્ષોને ટકોર કરવા કોળી સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.