મહિસાગર : સંતરામપુર તાલુકાનાં ચીતવા ગામે દીપડા ના હુમલા થી એક મહિલા થઈ ઇજાગ્રસ્ત. - At This Time

મહિસાગર : સંતરામપુર તાલુકાનાં ચીતવા ગામે દીપડા ના હુમલા થી એક મહિલા થઈ ઇજાગ્રસ્ત.


મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાનાં ચીતવા ગામે દીપડા ના હુમલા થી એક મહિલા થઈ ઇજાગ્રસ્ત.
સંતરામપુર તાલુકાના ચીતવા ગામે ગત રાત્રીના બે વાગ્યે ઢાળીયા માં આરામ થી પરીવારજનો સાથે નીંદર માણી રહેલ એક મહિલા પર અચાનક જ દીપડા એ ઢાળીયા માં ધુસી ને હુમલો કરતા સફાળી જાગેલી મહિલા ની બુમાબુમ થી ધરના અન્ય વ્યક્તિઓ જાગી જતાં કોલાહલ ને બુમાબુમ થતાં દીપડો ભાગી ગયેલ હતો.આ ઉપરાંત ચીતવા ગામે પારગી ફળીયામાં પણ દીપડા એ બળદ પર હુમલો કરી બળદને ઈજાગ્રસ્ત કરેલ હતો.
અચાનકજ ધરના ઢાળીયા માં ધસી આવેલ દીપડા એ તેનો પંજો મહીલા કવિતાબેન રાજેશભાઈ કટારા નાં મોંઢા પર ને માથામાં મારતાં મહીલા ને ઈજા પહોંચી હતી.
ઈજાગ્રસ્ત હાલતમાં મહિલા ને સારવાર અર્થે પ્રથમ સંતરામપુર ખાનગી હોસ્પિટલ અકીમ સાહેબના દવાખાના માં લઈ જવાયા હતાઅને ત્યા આ મહિલા ને 27 જેટલા ટાંકા આવ્યા હતા.અને પછી વધુ સારવાર અર્થે સંતરામપુર સરકારી હોસ્પિટલમા લઈ જવામાં આવી હતી. અને વધુ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
જેમાં આ ધટના સંબંધી સંતરામપુર પોલીસ મથકે ને જંગલ ખાતા ને પણ જાણ કરાતાં જંગલ ખાતા નો સ્ટાફ ધટના સ્થળે દોડી ગયેલ ને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
સંતરામપુર પોલીસે આ ઘટનામાં હાલ જાણવા જોગ નોંધ કરી ને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ આદમખોર દીપડા ને જબ્બે કરવા માટે ની ગ્રામજનો ની પ્રબળ માંગ ઉઠી છે ત્યારે વનવિભાગ દ્વારા ત્વરીત જરૂરી કાર્યવાહી કરે ને દીપડા ને જબ્બે કરવા પાંજરા ગોઠવવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

- અરવિંદ ખાંટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.