કપડવંજના સરપંચોની વ્યસન મુક્તિ ઝુંબેશની નવતર પહેલ - At This Time

કપડવંજના સરપંચોની વ્યસન મુક્તિ ઝુંબેશની નવતર પહેલ


કપડવંજના સરપંચોની વ્યસન મુક્તિ ઝુંબેશની નવતર પહેલ

બોટાદ સહિત અમદાવાદ ગ્રામ્યમાં લઠ્ઠાકાંડ સર્જાતા ૫૦થી વધુના મોત નીપજ્યા હતા. જેનો પડઘો સમગ્ર રાજ્યમાં પડ્યો છે. કપડવંજ તાલુકાના અનેક સરપંચો તથા ગ્રામજનોએ આ બાબતે જાગૃતિ દાખવી ગામમાં દારૂબંધી લાદી વ્યસન મુક્તિની ઝુંબેશ હાથ ધરી છે. લઠ્ઠાકાંડ બાદ કપડવંજ તાલુકાના નિરમાલી, સોરણા, કાવઠ, ગરોડ, ભોજાના મુવાડા, મીરાપુર, સુલતાનપુર, વડધરા, ચપટીયા, પારીયાના મુવાડા, હુંચાલ, આંબલીયારા, સિંહોરા સહિત અનેક ગામના સરપંચોએ ગામમાં દારૂ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. અને ગામમાં લાવવો, પીવો કે વેચવા પર પ્રતિબંધ મૂકી, આવી પ્રવૃત્તિ કરનાર ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. તેવો પ્રચાર પૂરજોશમાં શરૂ કરી ગામને વ્યસન મુક્ત બનાવવાની ઝુંબેશ હાથ ધરી છે. અને આ ઝુંબેશમાં રોજે રોજ અનેક સરપંચો, ગ્રામજનો જોડાઈ રહ્યા છે. જેના કારણે દારૂનો વેપલો કરતા અસામાજિક તત્વો હાલ તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

બીજી બાજુ લઠ્ઠાકાંડ પછી દારુબંધી બાબતે ગામે ગામ સરપંચો પોતાની ફરજ નિભાવી રહ્યા છે. અને વિવિધ કાર્યો થકી પોતાના ગામને વ્યસન મુક્ત બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. તથા સરકાર અને પોલીસનો સહયોગ મળે તેવી આશા સેવી રહ્યા છે. સરપંચોની ગામને વ્યસનમુક્ત બનાવવાની આ ઝુંબેશની સફળતાનો સંપૂર્ણ આધાર સરકાર અને પોલીસ તરફથી જરૂરી સહકાર મળે તેના પર છે. તેવું ગ્રામજનો માની રહ્યા છે.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.