જસદણના બાખલવડમાં હિટ એન્ડ રન : આશાસ્પદ યુવાનનું મોત - At This Time

જસદણના બાખલવડમાં હિટ એન્ડ રન : આશાસ્પદ યુવાનનું મોત


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના બાખલવડમાં રહેતો મનિષભાઇ પરષોત્તમભાઇ ડેરાણી (ઉ.વ.૩૦) ગત સાંજે મોટરસાઇકલ હંકારીને કમળાપુર તરફથી પોતાના ઘરે આવી રહ્યો હતો ત્‍યારે ગામની ગોળાઇમાં પહોંચતા અજાણ્‍યા વાહનનો ચાલક તેને બાઇક સહિત ઉલાળીને ભાગી ગયો હતો. મનિષભાઇને ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. પરંતુ મોડી રાતે અહિ દમ તોડી દેતાં પરિવારજનોમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

આ અંગે રાજકોટ પોલીસે જસદણ પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર મનિષભાઇ બે ભાઇમાં મોટો હતો અને ખેત મજૂરી કરતો હતો. તેના મૃત્‍યુથી બે પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. પોલીસે અકસ્‍માત સર્જી ભાગી ગયેલા વાહનની શોધખોળ શરૂ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.