વિસાવદર સાસણનો રોડ કયારે ફરી શરૂ થશે પૂછે વિસાવદરના નાગરિકો - At This Time

વિસાવદર સાસણનો રોડ કયારે ફરી શરૂ થશે પૂછે વિસાવદરના નાગરિકો


વાયદાઓ નહીં કામ કરે એવો નેતા ગોતી રહી છે જનતા
વિસાવદરથી ગિરના ગામડાઓમાં કોઈને જવું હોય તો ફરજિયાત મેદરડા તાલુકાને ખુંદવો પડે છે.અને સમય તથા આર્થિક રીતે ખૂબ જ હેરાનગતિ થાય છે વિસાવદર તાલુકાના લોકોની આ મુશ્કેલી કોઈને દેખાતી નથી.સતાપક્ષના નેતાઓ હોય કે વિપક્ષનેતાઓ બધા પોતપોતાના પ્રચારમાં ભારે વ્યસ્ત છે અપૂરતી સુવિધા ને કારણે નાગરિકો ભારે ત્રસ્ત છે.પણ છેલ્લા ચાર મહિનાથી એક નાનકડા પુલીઆને રીપેરીંગની તજવીજ થતી નથી.જવાબદાર અમલદારશાહીને પણ કોઈ રસ નથી. આ બાબતને લઈને વિસાવદરની જનતાનું દુઃખ દર્દ સમજતા કોઈ નેતા હોય તો તાત્કાલિક ધોરણે આ રોડ ચાલુ કરાવવા માટે પ્રયત્નો કરે.અને પુનઃ ચાલુ થાય ત્યા સુધી લડત આપે .નહીંતર ખોટા વાયદાઓ અને સ્વપ્રસિધ્ધિ માટે જાહેરાતો ના આપે.કેમ કે ચૂંટણીના ચૂંગાલમાં ફસાવવા વચનોની લહાણી તો શરૂ થઇ છે.એક સ્થાનિક નાગરિકે એવી રજૂઆત કરી છે કે વિસાવદર તાલુકાને સરકારની વાહનવ્યવહાર સગવડ બાબતે ભારે ઓરમાયુ વર્તન હંમેશા થતું રહ્યુ છે.જોઈએ કેટલા ગજાવાળા નેતાઓ વિસાવદર તાલુકામાં છે જે આ બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરે છે.

રિપોર્ટ હરેશમહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.