ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની બિન હરીફ વરણી કરાઈ. - At This Time

ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની બિન હરીફ વરણી કરાઈ.


ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા બીજી ટર્મના પ્રમુખની વરણી કરવામાં આવી હતી ત્યારે આજરોજ દાહોદ જિલ્લા પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ગરબાડા તાલુકા પંચાયતના સભા ગૃહમાં તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી જેમાં ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મયુરભાઈ ભલાભાઇ ભાભોર તેમજ ઉપપ્રમુખ તરીકે લલ્લુભાઈ મલાભાઇ જાદવ ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી બિનહરીફ વરણી થતા તાલુકા પંચાયતના કર્મચારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા નિમણૂક પામેલા હોદ્દેદારોને હાર પહેરાવી તેઓનું પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
9979516832


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.