બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધમાં દેશમાં અને ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત અને હિન્દુઓમાં આક્રોશ. - At This Time

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધમાં દેશમાં અને ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત અને હિન્દુઓમાં આક્રોશ.


બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિંદુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિંદુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને
તોડફોડ કરવામાં આવી રહી છે, હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ખુબજ શરમજનક છે,

સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારોને રોકે આ અત્યાચારો ના વિરુદ્ધમાં ઇસ્કોન માં પૂ.સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજી ના નેતૃત્વ માં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચાર કરી પૂ.સંત શ્રી ને ખોટી રીતે જેલમાં ધકેલી દીધા છે જે કૃત્ય પણ અમાનવીય છે,

અમે આપ પાસેથી નીચેની માગણીઓ કરીએ છીએ

પૂજનીય સંતશ્રી ચિન્મય કૃષ્ણ દાસજી ને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવા અને પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે,

હિંદુ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવામાં આવે
અત્યાચારોને રોકવા માટે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવો અમે આશા રાખીએ છીએ કે આપ અમારી આ માગણીઓને ગંભીરતાથી લઈને યોગ્ય
પગલાં ભરશો.

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ ગુજરાતમાં હિન્દુ સંગઠનો દ્વારા ગામે ગામ, મહાનગરો અને દરેક જિલ્લાઓમાં જન આક્રોશ વચ્ચે બેનરો સાથે સભાઓ નું આયોજન કરવામાં આવ્યું હતું,

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો ની ચિંતા સાથે સંતો મહંતો અને હિન્દુ સંસ્થાઓ આગળ આવી હિન્દુ જાગૃતા અને સુરક્ષા અર્થે સભાઓ ના આયોજનો કરવામાં આવી રહ્યા અને દરેક પ્રાંત અને જિલ્લાઓ ના કલેકટર, મામલતદાર, ડી સી પી તથા એ સી પી કક્ષાએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી હિન્દુ સંગઠનો આવેદન પત્રો આપી રહ્યા છે.

હિંદુ હિત રક્ષા સમિતી

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image