લાઠ ગામે દલિત પરિવાર ને વ્હારે આવ્યા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક તેમના દ્વારા પરિવારના વારસદારો ને રૂ.૧૨ લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા - At This Time

લાઠ ગામે દલિત પરિવાર ને વ્હારે આવ્યા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક તેમના દ્વારા પરિવારના વારસદારો ને રૂ.૧૨ લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા


રિપોર્ટર અમૃતભાઈ રાઠોડ
માણાવદરના ચુડવા ગામ માં ૩ દિવસ પહેલા માણાવદર તાલુકાના ચુડવા ગામે વરસાદ પડતાં નદીમાં પૂર આવેલ અને લાઠ ગામ થી મજુરી અર્થે ચુડવા ગયા હોય ત્યારે પૂર ઝડપે પાણી આવતા રીક્ષામાં બેઠેલા ૧૦ સભ્યો માંથી ૩ બહેનો પાણીમાં તણાયા હતાં ત્યારે પરિવારના સભ્ય બાબુભાઇ સોલંકી દ્વારા લાઠ સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમા ને જાણ કરતાં સરપંચ દ્વારા તુરંત પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક ને જાણ કરેલ અને સાંસદ શ્રી એ જુનાગઢ કલેક્ટર ને સૂચના આપી તંત્ર ને ચુડવા ગામે જઇ બચાવ રાહત કામગીરી શરૂ કરવા સૂચના આપી હતી બચાવ કામગીરી દરમ્યાન ત્રણેય બહેનો મૃત્યુ પામ્યા હતાં

ત્યારબાદ સાંસદ રમેશભાઈ ધડુક પરિવાર જનોને સાંત્વના આપવા લાઠ ગામે આવેલ અને ત્રણ જ દિવસમાં પરિવાર ને આર્થિક મદદરૂપ થવા ત્રણેય બહેનોના પરિવાર જનોને ચાર-ચાર લાખ રૂપિયાના ચેક અર્પણ કરેલ અને કહ્યું કે મારાં લાયક કાંઈ પણ કામકાજ હોય ત્યારે કહેજો હરહંમેશ મારાં દ્વાર ખુલ્લા જ છે

સાંસદ રમેશભાઇ ધડુક એટલે ખરા અર્થમાં કહીએ તો પ્રજાના સાચા લોકસેવક..
9662147186


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.