ભારતીય બૌધ્ધ મહાસભા બોટાદ દ્વારા વર્ષાવાસ નિમિત્તે ધમ્મ પ્રવચન યોજાયુ - At This Time

ભારતીય બૌધ્ધ મહાસભા બોટાદ દ્વારા વર્ષાવાસ નિમિત્તે ધમ્મ પ્રવચન યોજાયુ


તારીખ.૧૫/૦૮/૨૦૨૨ રાત્રે ૯.વાગે ભારતીય બૌદ્ધ મહાસભા જિલ્લા શાખા બોટાદ દ્વારા દેવજીભાઈ બોરીચા ના ઘરે વિનાયકપાર્ક ખસ રોડ બોટાદ ખાતે વર્ષાવાસ નિમિત્તે ધમ્મ પ્રવચન યોજાયુ આ પ્રસંગે તથાગત ગૌતમ બુદ્ધ અને ડૉ,બાબાસાહેબના ફોટાને પુષ્પ ફુલહાર.દિપ પ્રાગટ્ય. દેવજીભાઈ બોરીચા.કાન્તાબેન બોરીચા. જયેશભાઈ બોરીચા દ્વારા કરવામાં આવેલ ત્યાર બાદ બોધાચાર્ય.બોધીરાજ બૌધ્ધ ઉર્ફે પરેશભાઈ રાઠોડ દ્વારા ત્રીશરણ.પંચશીલ કરવામાં આવેલ આજનો વિષય: "દેશ માટે ડૉ.બાબાસાહેબનુ યોગદાન" આ વિષય પર સુનિલભાઈ ચાવડા રિલાયન્સ ગેસ એજન્સી બોટાદ દ્વારા ધમ્મ પ્રવચન આપવામાં આવેલ તેની સાથે દેશ આઝાદી ના પર્વની ઉજવણી કરવામાં આવી તેમજ રાજસ્થાનના ઝાલોર જિલ્લાનાં સુરા ગામનાં આઠ વર્ષનાં માસુમ વિદ્યાર્થી ઈન્દ્ર મેઘવાળ ને સ્કૂલમાં પીવાનાં પાણી માટે હત્યા કરવામાં આવી તેને વખોડી કાઢવામાં આવી દેશ આઝાદીના ૭૫ વર્ષ પછી પણ માણસ મણસ વચ્ચે અસમાનતા જોવા મળે છે રોજ બરોજ આવી ઘટના ઘટતી હોય છે ભારત દેશ આઝાદ થયો પણ સાચા અર્થમાં લોકો આજે પણ ગુલામીની વ્યથા ભોગવી રહ્યા છે. ઈન્દ્ર માટે પાંચ મિનિટ મૌન પાળીને શ્રધ્ધાંજલી આપવામાં આવી
કાર્યક્રમ નું સંચાલન બોધાચાર્ય. પરેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવેલ સમાપન/આભારવિધિ બોધાચાર્ય. વિઠ્ઠલભાઈ મૌર્ય દ્વારા કરવામાં આવેલ વર્ષાવાસ ધમ્મ પ્રવચન માળા કાર્યક્રમમાં ઉપસ્થિત.દેવજીભાઈ બોરીચા.દેવજીભાઈ ચાવડા.જયેશભાઈ બોરીચા.પાર્થ રાઠોડ.પ્રભાબેન રાઠોડ.કાન્તાબેન બોરીચા સહિત બૌધ્ધ ઉપાસક/ઉપાસિકાઓ હાજર રહીને ધમ્મ પ્રવચનનો લાભ લીધો હતો.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.