જેસર તાલુકાને ક્રૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

જેસર તાલુકાને ક્રૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું


જેસર તાલુકાને ક્રૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

હાલ કમૌસમી વરસાદ પડતાં ખેડુતોને અનેક મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે પુરતાં પાકનાં ભાવ ન મળવા.ખાતર-બિયારણના ભાવમાં વધારો.રોજ-ભુડનો ત્રાસ વગેરે વગેરે જગતનાં તાત ખેડુતોને ભારે મુસીબતો છતાં ખેતી કરીને ગુજરાન ચલાવવું પડતું હોય છે ત્યાંજ પડ્યાં ઉપર પાટું જેવી સ્થિતિ હાલ રવિ પાકોમાં પણ કમૌસમી વરસાદ પડતાં ભારે નુક્સાન થયું હતું ત્યારે આ કમૌસમી વરસાદ પડતાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતને કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું

પરંતુ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ભારે પવનથી ખેડૂતોને બાજરી તલ મગ ડુંગળી અને કેરી જેવા અન્ય પાકોમાં ભારે નુકસાન થયેલ હોય

સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરેલ કૃષિ રાહત પેકેજમાં જેસર તાલુકો જ બાકાત રહી જતા જેસર તાલુકાના સરપંચો.ખેડુતો.તેમજ આગેવાનોએ જેસર મામલતદારને આવેદનપત્ર આપી જેસર તાલુકાને ક્રૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવે તેમ જણાવ્યું આવ્યું

જો કે જેસર તાલુકો કૃષિ રાહત પેકેજમાં બાદ રહી જતા સાંસદ નારણભાઇ કાછડીયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી જેસર તાલુકાને ક્રૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરવા જણાવ્યું હતું

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943
9978128943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.