બોટાદ શ્રી ચાણક્ય પ્રાથમિક શાળા મા બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત જિલ્લા પોલીસ તેમજ મહિલા બાળ વિભાગ દ્વારા કાયદાકીય માર્ગદર્શન અપાયું
બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે એફ બલોલીયા સાહેબ તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી ની કચેરી દ્વારા ચાણક્ય પ્રાથમિક શાળાના બાળકો ને ખાસ કરીને ગુડ ટચ તેમજ બેડ ટચ અંગે ડેમો દ્વારા માહિતી આપી પોતાની સુરક્ષા કઈ રીતે રાખવી તે અંગે વિસ્તૃત માહિતી તેમજ શી ટીમ ની કામગીરી પેટ્રોલિંગ બાબત એ જાણકારી આપી વિવિધ હેલ્પલાઇન 1098,1930,100,112,181 હેલ્પલાઇન અંગે વિગતવાર માહિતી આપી તેના ઉપયોગ અંગે જાણકારી આપેલ સાથે સાથે જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી ની કચેરી દ્વારા ચાલતી વ્હાલી દીકરી, વિધવા સહાય, ગંગા સ્વરૂપા યોજનાઓ મહિલા સ્વાવલંબન જેવી યોજનાઓ અંગે માહિતી આપેલ આ ઉપરાંત બેહનો ને હાઇજિન મેન્સ્ટયુઅલ અંગે પોષણ યુક્ત આહાર અંગે માહિતી આપી તમામ બેહનો ને સેનેટરી પેડ નુ વિતરણ કરવામાં આ ઉપરાંત મહિલા ઓ ને આશ્રય સબંધિત સખી વનસ્ટોપ સેન્ટર અંગે માહિતી આપવામાં આવેલ ડિઝાસ્ટર વિભાગ દ્વારા આપતી અને તેની સુરક્ષા બાબતે માહિતી આપવામાં આવેલ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન શાળા ના આચાર્ય શ્રી પરમાર જયેશભાઇ તેમજ અન્ય શિક્ષકગણ ઉપસ્થિત રહેલ કાર્યક્રમ ને સફળ બનાવવા એ એસ આઈ નયનાબેન ગામિતિ પોલીસ સ્ટેશન બેઇડઝ સપોર્ટ સેન્ટર ના કાઉન્સિલર રિંકલબેન મકવાણા, 181 ના કાઉન્સેલર પરમાર રીટાબેન, ડિઝાસ્ટ મેનેજમેન્ટ ના બોટાદર મેહુલભાઈ,સખી વનસ્ટોપ સેન્ટરના કાયદાના જાણકાર ધર્મિષ્ટાબેન તેમજ DHEW ના મહેશભાઈ સોલંકી હાજર રહેલ.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
