વિસાવદર ખાતે મહમદ પેગમ્બર સાહેબની જન્મદિવસની ભાવભેર ઉજવણી - At This Time

વિસાવદર ખાતે મહમદ પેગમ્બર સાહેબની જન્મદિવસની ભાવભેર ઉજવણી


વિસાવદર ખાતે મહમદ પેગમ્બર સાહેબની જન્મદિવસની ભાવભેર ઉજવણી આજે વિસાવદર ખાતે સૂફી સંત મહમ્મદ પેગમ્બર સાહેબની 1445મી જન્મ જ્યંતી નિમિતે વિસાવદર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વવારા ભવ્યથી અતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. સાથે વિસાવદર તાલુકાના મુસ્લિમ અગ્રણીઓ ગફાર ભાઈ સેક્રેટરી તથા જાવિદ ભાઈ મોદી, ઇલ્યાસ ભાઈ મોદી, દૂધળાથી યારુ ભાઈ મકરાણી તથા તમામ મુસ્લિમ બિરાદરો ઉત્સાહભેર ઉજવણીમા ભાગ લીધો હતો. અને વિસાવદર સમસ્ત મુસ્લિમ સમાજને ન્યાજ રાજુભાઈ સિતારભાઈ મેતર તરફથી જમણવાર આપવામાં આવ્યું હતું.આ તકે ભવ્ય જુલુસ વિસાવદરના મુખ્ય માર્ગો ઉપર કાઢવામાં આવ્યું હતું. અને હિન્દૂ ભાઈઓ પણ આ જુલુસમા જોડાઈને કોમી એકતાનુ ઉદાહરણ પૂરું પડ્યું હતું. આમ અતિ ભવ્ય રીતે મહમદ પેગમ્બર સાહેબની જન્મ જ્યંતી ઉજવવામાં આવી હતી. રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.